5e4fadc7 09d9 4cc1 903c 798e184241e8

“શાળા બંધ-શિક્ષણ(education) નહી”: અમદાવાદ જિલ્લામાં નવા શૈક્ષણિક સત્રમાં “ બ્રિજ કૉર્ષ ” નો આરંભ, વાંચો સંપૂર્ણ વિગત

અહેવાલઃ અમિતસિંહ ચૌહાણ

અમદાવાદ, 12 જૂનઃ રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. સત્રના પ્રારંભે સમગ્ર ગુજરાતમાં વિધાર્થીઓના ગત વર્ષના શિક્ષણ(education)નો પુનરાવર્તન કરાવવાના હેતુથી “ બ્રિજ કૉર્ષ ” તૈયાર કરવામાં આવ્યો છે. અમદાવાદ જિલ્લામાં પણ શહેરના અંદાજીત 2.18 લાખ વિધાર્થીઓ અને ગ્રામ્યના અંદાજીત 3.30 લાખ વિધાર્થીઓને “બ્રિજ- કૉર્ષ” ના પુસ્તકો પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.


કોરોના મહામારીમાં વિધાર્થીઓની સ્વાસ્થ્ય સલામતીને ધ્યાનમાં લઇ ઓનલાઇન શિક્ષણ(education) પર ભાર આપવામાં આવી રહ્યો છે. કોરોનાકાળમાં સ્કુલમાં શિક્ષણ મોકુફ રાખીને બાળકોને ઘેર બેઠા શિક્ષણ મળી રહે તે માટેના તમામ પ્રયાસો રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યા છે.

Whatsapp Join Banner Guj


ઓનલાઇન શિક્ષણ(education) મેળવતી વખતે ક્યાંય કચાશ રહી ગઇ હોય,ટેકનીકલ કારણોસર અભ્યાસક્રમનું અધ્યયન કરવામાં મુશકેલી પડી હોય તેના નિવારણ સ્વરૂપ ગુજરાત સરકાર દ્વારા આ “બ્રિજ કોષ”નું નિર્માણ કરવામાં આવ્યું છે. આ બ્રિજ કોર્ષ માં સમાવિષ્ટ અભ્યાસક્રમ માટે રાજ્યના શિક્ષણનો તાલીમ હાથ ધરવામાં આવી છે જે પૂર્ણ થઇ છે.


અમદાવાદ જિલ્લા ગ્રામ્ય પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા 2.3 લાખ વિધાર્થીઓને બ્રિજ કૉર્ષના પુસ્તકો પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જ્યારે માધ્યમિક શાળાના ધોરણ 9 અને 10માં અભ્યાસ કરતા અંદાજે એક લાખ વિધાર્થીઓને બ્રિજ કૉર્ષ પહોંચાડવાની સધન કામગીરી હાથ ધરાઇ છે.

7588df50 7367 4a37 ba82 eb5203a69c2b


અમદાવાદ શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ(education) સમિતિ અંતર્ગત અંદાજીત 1 લાખ 46 હજાર બાળકોને બ્રિજ કૉર્ષ પહોંચાડવાની કામગીરી કાર્યરત છે. જ્યારે અંદાજીત 72 હજાર માધ્યમિક શાળામાં શિક્ષણ મેળવતા વિધાર્થીઓને બ્રિજ કૉર્ષ પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

અમદાવાદ માહિતી વિભાગની ટીમે જ્યારે દસક્રોઇ તાલુકાની નકળંગ પ્રાથમિક શાળા અને શારદા શિક્ષણ તીર્થ માધ્યમિક શાળાની મુલાકાત લીધી ત્યારે વિધાર્થીઓ અને વાલીઓને “ બ્રિજ કૉર્ષ ” ના પુસ્તકો પહોંચાડવાની કામગીરી ચાલી રહી હતી. આ “બ્રિજ કૉર્ષ” માં ઘોરણ 2 થી 5 માં ગુજરાતી અને ગણિત વિષય અને ઘોરણ 6 થી 8માં ગણિત, ગુજરાતી અને અંગ્રેજી વિષય આધારીત પુસ્તકોનો સમાવેશ થાય છે.


દસક્રોઇ તાલુકાની નકળંગ પ્રાથમિક શાળા અને શારદા શિક્ષણ(education) તીર્થ માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા વિધાર્થીઓના ઘડતરમાં ક્યાય કચાશ ન રહી જાય તે હેતુસર શાળાના આચાર્ય અને શિક્ષકો દ્વારા તજવીજ હાથ ધરીને વાલીઓનો સંપર્ક કરી અને જે વિધાર્થી-વાલીઓ શાળામાં આવી શકવા સક્ષમ ન હોય તેવા વાલીઓ-વિધાર્થીઓને ઘેર ઘેર જઇ બ્રિજ-કૉર્ષ ના પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું હતુ. નકળંગ પ્રાથમિક શાળા 158 બાળકો પૈકી 2 થી 8 ના બાળકોને બ્રિજ કોર્ષ આપવામાં આવ્યા હતા. જ્યારે શારદા શિક્ષણ તીર્થ માધ્યમિક શાળાના 107 બાળકોને પણ બ્રિજ કોર્ષ આપવાની કામગીરી હાથ ધરાઇ હતી.

આ પણ વાંચો….

નવો નિયમઃ હવે 5 વર્ષથી ઓછી વયનાં બાળકો માટે માસ્ક(Mask Rule for kids) મરજિયાત, વાંચો સંપૂર્ણ વિગત

ADVT Dental Titanium