Kenya bangladesh patient

Amdavad Civil Hospital: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બે વિદેશી બાળકોની  અત્યંત જટિલ બ્લેડર એસ્ટ્રોફી સર્જરી કરાઇ

Amdavad Civil Hospital: મેડિકલ ટુરિઝમનું શ્રેષ્ઠત્તમ ઉદાહરણ: સિવિલ હોસ્પિટલ
                               
Amdavad Civil Hospital: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ નાં માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગે વસુદૈવ કુટુંબકમની ભાવનાને સાચા અર્થમાં ચરીતાર્થ કરી

  • અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બે વિદેશી બાળકોની  અત્યંત જટિલ બ્લેડર એસ્ટ્રોફી સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ
  • કેન્યા અને બાંગ્લાદેશના આ બાળકોની અગાઉ તેમના દેશમાં સર્જરી કરાઇ હતી : જે નિષ્ફળ જતા બાળકો અમદાવાદ સિવિલ આવ્યા
  •  સિવિલ હોસ્પિટલનો પીડીયાટ્રીક સર્જરી ડિપાર્ટમેન્ટ બ્લેન્ડર એક્સટ્રોફી સર્જરી માટે સેન્ટર ઓફ એક્સેલન્સ ગણાય છે- સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશી

અમદાવાદ, 16 માર્ચ: Amdavad Civil Hospital: અમદાવાદ સિવિલ હોસ્પિટલ એ ફરી એક વખત મેડિકલ ટુરીઝમ નું શ્રેષ્ઠતમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બે વિદેશી બાળકોની બ્લેડર એસ્ટ્રોફી એટલે કે પેશાબની કોથળીમાં સમસ્યા હોય તેની સફળ સર્જરી કરીને બાળકોને પીડા મુક્ત કરાયા છે.

Amdavad Civil Hospital

બંને કિસ્સાની વિગતો જોઇએ તો,  બાંગ્લાદેશના રાજીબ દાસની 3 વર્ષની દીકરી પ્રિયા ગોપિકા દાસને બ્લેડર એક્સસ્ટ્રોફીની તકલીફ હોવાનું નિદાન થયું હતું. જેના માટે દર્દીના જન્મ સમયે બાંગલાદેશ ખાતે હોસ્પિટલમાં ઓપરેશન કરવામાં આવ્યું હતું. કમનસીબે એ શસ્ત્રક્રિયા નિષ્ફળ ગઈ અને પરિણામે પ્રિયાના મૂત્રાશયનો ભાગ પેટની ઉપર ફરીથી ખુલ્લો થઇ ગયો. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જાન્યુઆરી ૨૦૨૪માં યોજાયેલા બ્લેડર એક્સ્ટ્રોફી કેમ્પ દરમિયાન મોન્સપ્લાસ્ટી અને વાય-વી વેજીનોપ્લાસ્ટી સાથે ફરીથી બ્લેડર એક્સ્ટ્રોફી રિપેર કરાવી હતી. તેણીનો પોસ્ટઓપરેટિવ નો સમય કોઇ તકલીફ વગર રહેતા અંતે રજા આપવામાં આવી હતી.

આ પણ વાંચો:- Gujarat Loksabha Election 2024 Date: ગુજરાતમાં 7 મે મંગળવારના રોજ થશે લોકસભા ચૂંટણી માટે મતદાન- વાંચો વિગત

તેવી જ રીતે,  સાઉથ આફ્રીકા ના કેન્યાના લ્યુસીનીની 1.5 વર્ષની દીકરી  સ્ટેલા ને પણ બ્લેડર એક્સસ્ટ્રોફી માટે 2 મહિનાની ઉંમરે ઓપરેશન કરવામાં આવ્યું હતું પરંતુ તે નિષ્ફળ ગયું હતું. અંતે દર્દી ના માતાપિતાને સિવિલ હોસ્પિટલ અમદાવાદ માં પીડીયાટ્રીક સર્જરી વિભાગ ખાતે થતા બ્લેડર એક્સ્ટ્રોફી ઓપરેશન વિશે ખબર પડતા સાત સમુદ્ર પાર કરી સ્ટેલા ને તેની માતા લ્યુસી અમદાવાદ સીવીલ હોસ્પિટલ લઇ ને આવેલ. 

સ્ટેલા ને પણ જાન્યુઆરી 2024 માં અમદાવાદ ખાતે બ્લેડર એક્સસ્ટ્રોફી ઓપરેશન ના કેમ્પ માં  સિવિલ હોસ્પિટલ અમદાવાદ ના પીડીયાટ્રીક સર્જરી વિભાગ ના અને આંતરરાષ્ટ્રીય ડોક્ટરો ની ટીમ દ્વારા  તેણીનુ ફરીથી બ્લેડર એક્સસ્ટ્રોફી રીપેર સાથે મોન્સપ્લાસ્ટી અને  વાય-વી વજાઇનોપ્લાસ્ટીનુ સફળતાપુર્વક ઓપરેશન કરવામાં આવ્યુ. પ્રિયા ને  પોસ્ટઓપરેટિવ સમયગાળામાં કોઈપણ તકલીફ ન થતા અંતે રજા આપવામાં આવી હતી.

અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષી જણાવે છે કે , બ્લેડર એસ્ટ્રોફી સર્જરી એ અત્યંત જટિલ કહી શકાય તે પ્રકારની છે .જેમાં બાળકોને જન્મજાત પેશાબની કોથળીમાં કોઈપણ પ્રકારની તકલીફ હોવાના કારણે આ પ્રકારની સર્જરી કરવી પડે છે . આ બ્લેડર એસ્ટ્રોપી સર્જરી લગભગ 8 થી 10 કલાક ચાલે છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર વર્ષે જાન્યુઆરી અથવા ફેબ્રુઆરી માસ દરમિયાન આ પ્રકારનું આંતરરાષ્ટ્રીય વર્કશોપ કરવામાં આવે છે જેમાં વિભિન્ન દેશોમાંથી આ પ્રકારની તકલીફો ધરાવતા બાળકો સર્જરી માટે આવે છે .

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો