ગોવા સરકારે બનાવ્યો નિયમઃ જે કોઇ બીચ પર દારુ પીતા પકડાશે તો થશે આટલા રુપિયાનો દંડ

ગોવા, 09 જાન્યુઆરીઃ સામાન્ય રીતે દેશના દરેક ખૂણાથી લોકો ગોવા પરવા જવાનુ પસંદ કરે છે, તેનું એક કારણ દારુ પણ છે. હવે ગોવા સરકારે બીચ પર ખુલ્લેઆમ દારુ પીનારા લોકો પર રોક લગાવવા માંગે છે. સરકારે આ દુષણને દુર કરવા માટે નવો કાયદો બનાવ્યો છે. જે પ્રમાણે જો લોકો ગ્રૂપ બનાવીને બીચ પર દારુ પીતા પકડાશે તો 10,000 રુપિયા દંડ આપવો પડશે. જ્યારે કોઈ એકલી વ્યક્તિ દારુ પીતા પકડાશે તો તેને 2,000 રુપિયા દંડ ફટકારવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ન્યૂ યર બાદ ગોવાના બીચો પર હજારો દારુ બિયરની બોટલો મળતા સરકાર ચોંકી ઉઠી હતી.

Whatsapp Join Banner Guj

ગોવાના ટુરિઝમ વિભાગે કહ્યુ હતુ કે, બીચ પર દારુ પીવા સામે ચેતવણી આપતા બોર્ડ લગાડયા હતા પણ લોકોએ નિયમોનો ભંગ કર્યો હતો. હવે અમે દંડની જોગવાઈ લાગુ કરી છે. જેનો અમલ કરવા માટે પોલીસની મદદ લેવામાં આવશે. અમારી પાસે પોતાની ટુરિસ્ટ પોલીસ ફોર્સ પણ છે. એટલે આ નિયમ લાગુ કરવામાં વાંધો નહીં આવે.

ઉલ્લેખનીય છે કે, ગોવા સરકારે આ પહેલા પણ બીચ પર દારુ પીનારા માટે દંડ રાખ્યો હતો. જોકે આમ છતા લોકોએ ખુલ્લેઆમ દારુ પીવાનું ચાલુ રાખ્યું હોવાથી હવે દંડની રકમ વધારી દેવામાં આવી છે.

આ પણ વાંચો…
મોદી સરકારની મોટી જાહેરાતઃ દેશભરમાં આ તારીખથી શરુ થશે કોરોનાનું વેક્સિનેશન