image edited

મોદી સરકારની મોટી જાહેરાતઃ દેશભરમાં આ તારીખથી શરુ થશે કોરોનાનું વેક્સિનેશન

image edited

નવી દિલ્હી, 09 જાન્યુઆરીઃ કોરોનાની મહામારી બાદ વેક્સિનેશન અંગે પણ ઘણી ચર્ચા અને વિરોધ થયો છે. તેવામાં મોદી સરકારે જાહેરતા કરી કે દેશમાં રસીકરણ કાર્યક્રમ 16 જાન્યુઆરીથી શરૂ થશે. સૌથી પહેલા દેશના કોરોના વોરિયર્સ એવા 3 કરોડ સ્વાસ્થ્ય કર્મીઓને કોરોનાની રસી આપવામાં આવશે. આ પછીથી 50 વર્ષથી વધારે ઉંમરના લોકોને વેક્સિન આપવામાં આવશે. દેશમાં કોરોનાની સ્થિતિને લઈને પીએમ નરેન્દ્ર મોદીએ શનિવારે સમીક્ષા બેઠક બોલાવી હતી. જેમાં રસીકરણ અભિયાન ચાલુ કરવાનો નિર્ણય લીધો છે.

પીએમ મોદીએ તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં રસીકરણની તૈયારીઓ અને કોરોના વેક્સિનની સમીક્ષા માટે શનિવારે એક ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી. બેઠકમાં કેબિનેટ સેક્રેટરી, પીએમના પ્રિન્સિપલ સેક્રેટરી, હેલ્થ સેક્રેટરી, અને અન્ય મોટા અધિકારીઓ હાજર રહ્યા હતા. હકિકતમાં ભારતમાં બનેલી બે કોરોના વેક્સિનને સરકારે લિમિટેડ ઇમરજન્સી ઉપયોગ માટેની મંજૂરી આપી ચૂકી છે.

Whatsapp Join Banner Guj

ભારતમાં લોહડી, મકરસંક્રાંતિ, પોંગલ, બિહુ જેવા તહેવારોને જોતાં 16 જાન્યુઆરીથી વેક્સિનેશન ચાલુ કરવાનો નિર્ણય લીધો છે. આ તમામ તહેવારો 15 જાન્યુઆરી સુધીમાં પૂર્ણ થઈ જશે. આ બેઠકમાં પીએમ મોદીએ દેશભરમાં રસીકરણની તૈયારીઓ વિશે પણ માહિતી લીધી છે. આ દરમિયાન કોવિન વેક્સીન ડિલિવરી મેનેજમેન્ટ સીસ્ટમની પણ જાણકારી મેળવી છે. એક ડીજીટલ પ્લેટફોર્મથી રસીકરણનું રીયલ ટાઈમ મેનેજમેન્ટ કરવામાં આવશે. અત્યાર સુધી 79 લાખથી વધુ લોકોએ કો વિન પર રજીસ્ટ્રેશન કરાવી દીધું છે.

આ પણ વાંચો…

સની લિયોની અને કરિશ્મા તન્ના એકસાથે જોવા મળશે એકશનસભર સિરીઝ બુલેટ્સમાં, જુઓ ટ્રેલર