okha

Good news for railway passengers: રેલવે મુસાફરો માટે સારા સમાચાર; ઓખા-ગોરખપુર ટ્રેન ફરીથી શરૂ

Good news for railway passengers: ઓખા-ગોરખપુર એક્સપ્રેસ પુનઃસ્થાપિતઃ 12 મે સુધી ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે

whatsapp banner

રાજકોટ, 06 એપ્રિલ: Good news for railway passengers: પશ્ચિમ મધ્ય રેલવેના બીના સ્ટેશન પર મેન્ટેનન્સ ના કામને કારણે, ઓખા-ગોરખપુર અને ગોરખપુર-ઓખા એક્સપ્રેસ, જે અગાઉ 12 મે, 2024 સુધી રદ કરવામાં આવી હતી, તે હવે રદ થવાને બદલે આંશિક રીતે ડાઈવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. જેની વિગતો નીચે મુજબ છે.

આ પણ વાંચો:- Vacancies in Gujarat Police: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ કરશે 12 હજાર 472 જગ્યાઓની ભરતી, જાણી લો, ફોર્મની છેલ્લી તારીખ

આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડનારી ટ્રેનો:

ટ્રેન નં. 15046 ઓખા-ગોરખપુર એક્સપ્રેસ 14.04.2024, 21.04.2024, 28.04.2024, 05.05.2024 અને 12.05.2024 ના રોજ અને ટ્રેન નં. 15045 ગોરખપુર-ઓખા એક્સપ્રેસ 11.04.2024, 18.04.2024, 25.04.2024, 02.05.2024 અને 09.05.2024 ના રોજ રદ થવાને બદલે, તે હવે આંશિક રીતે ડાઈવર્ટ કરાયેલા રૂટ વાયા મકસી, ગુના અને ગ્વાલિયર થઈને પર દોડશે. આ ટ્રેનો જ્યાં નહીં જાય તેમાં અશોક નગર, મુંગાવલી, બીના અને વીરાંગના લક્ષ્મીબાઈ (ઝાંસી) સ્ટેશનનો સમાવેશ થાય છે.

રેલવે મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનની કામગીરી સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો