Bharatsinh solanki ambaji 2

Gujarat Parivartan Sankalp yatra: અંબાજીમાં માં અંબે ના દર્શન કરી કોંગ્રેસ નેતાઓ ઉત્તર ગુજરાત પરિવર્તન સંકલ્પ યાત્રા શરૂ કરી

Gujarat Parivartan Sankalp yatra: અંબાજીમાં માં અંબે ના દર્શન કરી કોંગ્રેસ નેતાઓ.વડગામના કાણોદર થી ઉત્તર ગુજરાતમાં પરિવર્તન સંકલ્પ યાત્રા શરૂ કરી

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, 01 નવેમ્બર:
Gujarat Parivartan Sankalp yatra: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીઓ નજીક આવી રહી છે . ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીઓની તૈયારીઓના પડખમ વાગી રહ્યા છે . ત્યારે આજે કોંગ્રેસના નેતાઓ માઁ અંબાના ગામે અંબાજી પહોંચ્યા હતાં . માઁ અંબાના મંદિરે પહોંચી કોંગ્રેસ નેતાઓનું સ્વાગત મંદિરના પૂજારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું . ત્યારબાદ કોંગ્રેસ નેતાઓએ માઁ અંબાના નિજ મંદિરમાં માતાજીની વિશેષ પૂજા કરી હતી . માઁ અંબાના ચરણોમાં શીશ નમાવી કાંગ્રેસ નેતાઓએ આશીર્વાદ મેળવ્યો હતો અને ગુજરાતમાં પરિવર્તન થાય અને જનતાને દુઃખો દૂર થાય તેવી માતાજીને પ્રાર્થના કરી હતી .

ગુજરાતમાં આવનારી વિધાનસભાની ચૂંટણીઓ નજીક છે. ત્યારે તમામ પાર્ટીઓ વિધાનસભા ચૂંટણીઓની તૈયારીઓ માં લાગી ગઈ છે. હાલમાં ગુજરાતમાં તમામ મોટા નેતાઓ પોતાની બેઠકો, સભાઓ સાથે કાર્યકર્તાઓ અને નેતાઓને સલાહ સૂચનો આપી રહ્યા છે. ત્યારે આજે કોંગ્રેસના નેતાઓ ભરતસિંહ સોલંકી , વીરેન્દ્ર સિંહ, અને દાંતા ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી સાથે જિલ્લાના નેતાઓ અને કાર્યકર્તાઓ માઁ અંબાનો આશીર્વાદ મેળવવા અંબાજી પહોંચ્યા હતાં. વડગામથી ઉત્તર ગુજરાતમાં પરિવર્તન સંકલ્પ યાત્રા શરૂ કરવાં પહેલા માતાજીનો આશીર્વાદ લેવા કોંગ્રેસ નેતાઓ માઁ અંબાના ચરણે પહોંચ્યા હતા.

Gujarat Parivartan Sankalp yatra

કોંગ્રેસ નેતા , ભરતસિંહ સોલંકીએ જણાવ્યું કે પરિવર્તન સંકલ્પ યાત્રા પહેલા માતાજીનો આશીર્વાદ લેવા આવ્યો છું. માતાજી આ વખતે ગુજરાતમાં પરિવર્તન કરશે અને 125 બેઠકો પર કોંગ્રેસને આશીર્વાદ આપશે એવી પ્રાર્થના કરી છે. મોરબીમાં જે હોનારત થઈ છે તેના માટે આખું દેશ દુઃખી છે. કોંગ્રેસના નેતાઓ મોરબીમાં રાહત કર્યોમાં લાગ્યા હતા. અમે સરકારને આ હોનારતમાં મૃત્યુ પામેલા લોકોને 10 લાખ રૂપિયાની સહાય મળે તેવી અપીલ કરી છે.

આ પણ વાંચોPM Modi visits site of Morbi bridge collapse: મોરબી દૂર્ઘટના સ્થળની જાત મુલાકાત લઇ ઇજાગ્રસ્તોના ખબર અંતર પૂછતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી

Gujarati banner 01