gyanvapi masjid

Gyanvapi case update: જ્ઞાનવાપી મસ્જિદમાં મળેલા કથિત શિવલિંગના કાર્બન ડેટિંગ પર આદેશ ટળ્યો, વાંચો શું કહ્યુ હિન્દુ પક્ષના વકીલે?

Gyanvapi case update: હવે મામલાની સુનાવણી 11 ઓક્ટોબરે થશે, તે દિવસે કોર્ટ પહેલા મુસ્લિમ પક્ષને સાંભળશે.

નવી દિલ્હી, 07 ઓક્ટોબરઃGyanvapi case update: છેલ્લા કેટલાય સમયથી કોર્ટમાં જ્ઞાનવાપી મસ્જિદ મુદ્દે નવી તારીખો આવી રહી છે, એક કોર્ટમાંથી નિર્ણય આવ્યા બાદ ઉપરી કોર્ટમાં કેસ જાય છે. આજે ફરી કાશી વિશ્વનાથ મંદિર પરિસરમાં આવેલી જ્ઞાનવાપી મસ્જિદમાં મળેલા કથિત શિવલિંગના કાર્બન ડેટિંગ પર જિલ્લા જજ ડો. અજય કૃષ્ણ વિશ્વેશની કોર્ટે પોતાનો આદેશ ટાળી દીધો છે.

હિન્દુ પક્ષના વકીલ અનુસાર અદાલતે કહ્યું કે આ મામલામાં અમે કેટલાક સ્પષ્ટીકરણ ઈચ્છીએ છીએ. મુસ્લિમ પક્ષનો જવાબ સાંભળ્યા બાદ કોર્ટ પોતાનો ચુકાદો આપી શકે છે. હવે મામલાની સુનાવણી 11 ઓક્ટોબરે થશે. તે દિવસે કોર્ટ પહેલા મુસ્લિમ પક્ષને સાંભળશે. ત્યારબાદ કોર્ટનો આદેશ આવી શકે છે. 

આ પણ વાંચોઃ INDW vs PAKW: પાકિસ્તાનની મહિલા ટીમે શાનદાર પ્રદર્શન કરતા હરમનપ્રીત કૌરની ભારતીય ટીમને 13 રને હરાવ્યુ- વાંચો વિગત

તો સિવિલ જજ ફાસ્ટ ટ્રેક કોર્ટ સીનિયર ડિવીઝન મહેન્દ્ર કુમાર પાન્ડેયની કોર્ટમાં જ્ઞાનવાપી પ્રકરણના બે પ્રાર્થનો પર સુનાવણી ટળી ગઈ છે. ગુરૂવારે તેના પર સુનાવણી થવાની હતી. પરંતુ ભરત મિલાપની રજાથી કચેરીમાં જાહેર રજાને કારણે શુક્રવારે કોર્ટ ખુલવા પર સુનાવણીની તારીખ હતી. પરંતુ શુક્રવારે કોર્ટના પીઠાસીન અધિકારી રજા પર હોવાને કારણે સુનાવણી થઈ શકી નહીં. આ મામલામાં આગામી સુનાવણી 11 ઓક્ટોબરે થશે. 

ઉલ્લેખનીય છે કે, દિલ્હી નિવાસી હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તા તથા ખજુરી નિવાસી અજીત સિંહે પ્રાર્થના પત્ર દાખલ કર્યું છે. તેમાં અવિમુક્તેશ્વર ભગવાનના પૂજા-પાઠ, રાજ-ભોગ, ભજન-કીર્તન તથા ધાર્મિક અનુષ્ઠાનના આયોજનની મંજૂરી માંગવામાં આવી છે. 

આ પણ વાંચોઃ The largest kidney hospital in India: PM મોદી 11 ઓક્ટોબરે અમદાવાદ સિવિલ મેડિસીટીમાં દેશની સૌથી મોટી કિડની હોસ્પિટલનું કરશે લોકાર્પણ

Gujarati banner 01