INDW vs PAKW

INDW vs PAKW: પાકિસ્તાનની મહિલા ટીમે શાનદાર પ્રદર્શન કરતા હરમનપ્રીત કૌરની ભારતીય ટીમને 13 રને હરાવ્યુ- વાંચો વિગત

INDW vs PAKW: પાકિસ્તાન માટે નિદા ડારે ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું

સ્પોર્ટ્સ ડેસ્ક, 07 ઓક્ટોબરઃ INDW vs PAKW: મહિલા ટી20 એશિયા કપ 2022માં  પાકિસ્તાને જીત મેળવી છે. પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતા ભારતને 138 રનનો લક્ષ્ય આપ્યો હતો. જેના જવાબમાં ભારતીય ટીમ 124 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. પાકિસ્તાન માટે નિદા ડારે ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું હતું. તેણે અડધી સદી ફટકારવા સાથે બે વિકેટ પણ લીધી હતી.

પાકિસ્તાનની મહિલા ટીમે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 137 રન બનાવ્યા હતા. આ દરમિયાન નિદા ડારે અણનમ અડધી સદી ફટકારી. તેણે 5 ચોગ્ગા અને એક સિક્સની મદદથી 37 બોલમાં 56 રન બનાવ્યા હતા. કેપ્ટન બિસ્માહ મારૂફે 32 રનનું યોગદાન આપ્યું હતું.

ભારત માટે દીપ્તિ શર્માએ 4 ઓવરમાં 27 રન આપી ત્રણ વિકેટ ઝડપી હતી. પૂજા વસ્ત્રાકરે 4 ઓવરમાં 23 રન આપી બે વિકેટ લીધી હતી. તો રેણુકા સિંહે 4 ઓવરમાં 24 રન આપી એક સફળતા મેળવી હતી. પાકિસ્તાન માટે નિદા ડારે 4 ઓવરમાં માત્ર 23 રન આપી બે વિકેટ લીધી હતી. તો સંધૂને ત્રણ સફળતા મળી હતી. 

આ પણ વાંચોઃ The largest kidney hospital in India: PM મોદી 11 ઓક્ટોબરે અમદાવાદ સિવિલ મેડિસીટીમાં દેશની સૌથી મોટી કિડની હોસ્પિટલનું કરશે લોકાર્પણ

આ પણ વાંચોઃ India first solar powered village: ગુજરાતના મોઢેરાને ભારતનું સર્વપ્રથમ સોલાર પાવર્ડ વિલેજ તરીકે PM મોદી કરશે જાહેર- વાંચો વિગત

Gujarati banner 01