Heavy Rains in Himachal

Heavy Rains in Himachal Cost Crores Rupees: હિમાચલમાં ભારે વરસાદથી કરોડોનું નુકસાન, જાણો વિગતે…

Heavy Rains in Himachal Cost Crores Rupees: પુનઃસ્થાપનમાં લાગશે એક વર્ષ: મુખ્યમંત્રી સુખુ

નવી દિલ્હી, 16 ઓગસ્ટઃ Heavy Rains in Himachal Cost Crores Rupees: હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વાદળ ફાટવાથી, ભૂસ્ખલન અને અવિરત વરસાદના કારણે રસ્તા ધોવાણ થવાના કારણે 60 થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે ઘાયલ નાગરિકો અને ફસાયેલા વાહનોને કાટમાળમાંથી બચાવવાની કામગીરી ચાલુ છે.

હિમાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન સુખવિન્દર સિંહ સુખુએ બુધવારે જણાવ્યું હતું કે તેઓ કાંગડા જઈ રહ્યા હતા, જ્યાં એક ડેમ ઓવરફ્લો થઈ ગયો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.

તેમણે કહ્યું, “લગભગ 100 લોકો હજુ પણ કાંગડામાં ફસાયેલા છે, બચાવ કામગીરી ચાલી રહી છે.” શિમલામાં વધુ એક મૃતદેહ મળી આવ્યો છે. ભારે વરસાદથી રાજ્યને લગભગ 10,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. રાજ્યના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ફરીથી વિકસાવવામાં અમને લગભગ 1 વર્ષનો સમય લાગશે.

હિમાચલ પ્રદેશના કાંગડામાં પૉંગ ડેમ નજીકના નીચાણવાળા વિસ્તારોમાંથી 800થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. અવિરત વરસાદને કારણે ડેમમાં પાણીના સ્તરમાં વધારો થયો હતો. જેને લઇ નીચાણવાળા વિસ્તારના લોકોનું સ્થળાન્તર કરવામાં આવ્યું હતું. ડેમના જળાશયમાં પાણીનું સ્તર વધવાને કારણે તેમના ગામો સંપર્ક વિહોણા બની ગયા હતા. હજુ પણ વધુ લોકોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે.

આ પણ વાંચો… Inauguration Of Newly Constructed Houses: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાજીપીર ખાતે ‘સેવા સાધના’ ટ્રસ્ટ દ્વારા નવનિર્મિત મકાનોના લોકાર્પણ કર્યા

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો