Artists busy making Ganpati idols

Guidelines for Ganesh Chaturthi: ગણેશ સ્થાપનાને લઈ પોલીસ કમિશ્નરે બહાર પાડ્યું જાહેરનામું, વાંચો…

Guidelines for Ganesh Chaturthi: સુરતમાં 9 ફૂટથી ઊંચી મૂર્તિ બનાવવા-વેચવા પર પ્રતિબંધ

સુરત, 16 ઓગસ્ટઃ Guidelines for Ganesh Chaturthi: શ્રાવણ મહિનાની સાથે જ તહેવારોની મોસમ શરૂ થઈ જાય છે. રક્ષાબંધન, ગણેશ ચતુર્થી, જન્માષ્ટમી જેવા તહેવારો આ સિઝનમાં આવે છે. આ દરમિયાન સુરતમાં ગણેશ સ્થાપનાને લઈ પોલીસ કમિશ્નરે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં કેટલાક પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. જાહેરનામાનો ભંગ કરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

જાહેરનામામાં કઈ-કઈ બાબતનો છે ઉલ્લેખ

  • ગણેશજીની માટીની મૂર્તિ બેઠક સહિતની 9 ફુટ કરતા વધારે ઉચાઇની બનાવવા વેચવા, સ્થાપના કરવા તથા જાહેર માર્ગ ઉપર પરીવહન કરવા ઉપર પર પ્રતિબંધ.
  • તમામ માટી તથા પી.ઓ.પી.ની મુર્તીઓનું વિર્સજન કૃત્રિમ તળાવ તથા દરીયામાં કરવાનું રહેશે.
  • ગણેશજીની પી.ઓ.પી.ની મૂર્તિઓ અને ફાયબરની મૂર્તિ બેઠક સહિતની પાંચ ફુટથી વધારે ઉચાઇની બનાવવા, વેચવા, સ્થાપવા, જાહેર માર્ગ ઉપર પરિવહન કરવા અને નદી, તળાવ સહિતના કુદરતી જળસ્ત્રોતમાં વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ.
  • ઓવારા વાઇઝ જ્યાં કૃત્રિમ તળાવ બનાવેલ હોય તેવા ઇસ્યુ કરેલ પાસ સિવાયના અન્ય ઓવારા ઉપર આયોજકોને મૂર્તીઓનું વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ.
  • મૂર્તિકારો જે જગ્યાએ મૂર્તિઓ બનાવવાની કામગીરી કરે છે તે જગ્યા તથા વેચાણ માટે રાખે છે તે જગ્યાની આજુબાજુ તથા નજીકમાં કોઇપણ પ્રકારની ગંદકી કરવા કે કોઇપણ પ્રકારની મૂર્તિ રોડ ઉપર જાહેરમાં ટ્રાફિકને અડચણ થાય તે રીતે ખુલ્લી રાખવા ઉપર પ્રતિબંધ.

આ પણ વાંચો… Heavy Rains in Himachal Cost Crores Rupees: હિમાચલમાં ભારે વરસાદથી કરોડોનું નુકસાન, જાણો વિગતે…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો