Summer 1

IMD alert for summer: ભીષણ ગરમી માટે થઈ જાવ તૈયાર, આ રાજ્યોમાં થશે આકરી ગરમીનો અનુભવ

IMD alert for summer: હવામાન વિભાગે એલર્ટ જાહેર કરીને ખેડૂતો અને નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરી

નવી દિલ્હી, 06 એપ્રિલ: IMD alert for summer: છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. કેટલીક જગ્યાએ કમોસમી વરસાદને કારણે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે તો કેટલાક રાજ્યોમાં હવામાન વિભાગે હીટ વેવની ચેતવણી જારી કરી છે.

આ સંદર્ભે હવામાન વિભાગે એલર્ટ જાહેર કરીને ખેડૂતો અને નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરી છે. મહારાષ્ટ્ર સહિત ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં વચ્ચે-વચ્ચે વરસાદ પડી રહ્યો છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં અણધાર્યા હવામાનમાં ફેરફાર જોવા મળી રહ્યા છે.

આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધશે

ભારતીય હવામાન વિભાગની તાજેતરની આગાહી મુજબ દેશના ઘણા રાજ્યોમાં આગામી દિવસોમાં ગરમી વધશે. એપ્રિલમાં જ મે મહિના જેવી ગરમીનો અનુભવ થશે. 11 એપ્રિલ સુધી દિલ્હી-NCRનું તાપમાન 3 થી 5 ડિગ્રી વધવાની શક્યતા છે.

મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ સુધી વધી શકે છે, જ્યારે રાજસ્થાનમાં, 8 એપ્રિલથી તાપમાન વધવાનું શરૂ થશે, હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું છે.

આ પણ વાંચો: Swastika Mukherjee news: આ જાણીતી અભિનેત્રીએ નિર્માતા પર લગાવ્યા ગંભીર આરોપ, કહ્યું- પોર્ન વેબસાઇટ પર….

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો