Anil Ambani

Anil ambani news: બોમ્બે હાઈકોર્ટ તરફથી અનિલ અંબાણીને મોટી રાહત, વાંચો વિગતે…

Anil ambani news: હાઈકોર્ટે બ્લેક મની એક્ટ હેઠળ ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા અનિલ અંબાણીને મોકલવામાં આવેલી નોટિસની માંગ પરના કામચલાઉ સ્ટેને આગળના આદેશ સુધી લંબાવ્યો

બિજનેસ ડેસ્ક, 06 એપ્રિલ: Anil ambani news: બોમ્બે હાઈકોર્ટે બ્લેક મની એક્ટ હેઠળ ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા ઉદ્યોગપતિ અનિલ અંબાણીને મોકલવામાં આવેલી પેનલ્ટી અને કારણ બતાવો નોટિસની માંગ પરના કામચલાઉ સ્ટેને આગળના આદેશ સુધી લંબાવ્યો છે.

જસ્ટિસ ગૌતમ પટેલ અને નીલા ગોખલેની ડિવિઝન બેન્ચે નોટિસ અને દંડને પડકારતી અંબાણીની અરજીની સુનાવણી 28મી એપ્રિલે નક્કી કરતી વખતે આવકવેરા વિભાગને તેનો જવાબ દાખલ કરવા માટે સમય આપ્યો હતો. હાઈકોર્ટે સપ્ટેમ્બર 2022માં કારણદર્શક નોટિસની સુનાવણી બાકી હોય તેના પર વચગાળાનો સ્ટે મૂક્યો હતો.

આ વર્ષે માર્ચમાં અંબાણીના વકીલ રફીક દાદાએ કોર્ટને જણાવ્યું હતું કે વિભાગે પાછળથી તેમના અસીલને દંડની માંગ કરતી નોટિસ પણ મોકલી હતી. આ પછી કોર્ટે ડિમાન્ડ નોટિસ પર વચગાળાનો સ્ટે પણ મુક્યો હતો. બુધવારે સુનાવણી શરૂ થયા પછી, આવકવેરા વિભાગ તરફથી હાજર રહેલા એડવોકેટ અખિલેશ્વર શર્માએ સુધારેલી અરજીના જવાબમાં ‘વ્યાપક એફિડેવિટ’ દાખલ કરવા માટે બે અઠવાડિયાનો સમય માંગ્યો હતો.

શર્માએ જણાવ્યું હતું કે, “કેટલાક વધુ પ્રતિવાદીઓને ઉમેરીને અને કેટલાક નવા દસ્તાવેજો જોડીને અરજીમાં સુધારો કરવામાં આવ્યો છે. વિભાગ વ્યાપક એફિડેવિટ ફાઇલ કરવા માટે સમય માંગે છે.” કોર્ટે 21 એપ્રિલ સુધીમાં એફિડેવિટ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે.

આ અરજીની સુનાવણી 28મી એપ્રિલે થશે. આવકવેરા વિભાગે 8 ઓગસ્ટ, 2022 ના રોજ અનિલ અંબાણીને બે સ્વિસ બેંક ખાતાઓમાં કથિત રીતે રાખવામાં આવેલી 814 કરોડ રૂપિયાથી વધુની અઘોષિત સંપત્તિ પર 420 કરોડ રૂપિયાની કરચોરી કરવા બદલ નોટિસ જારી કરી હતી.

આ પણ વાંચો: IMD alert for summer: ભીષણ ગરમી માટે થઈ જાવ તૈયાર, આ રાજ્યોમાં થશે આકરી ગરમીનો અનુભવ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો