Increase in speed of Vande Bharat Express: અમદાવાદ-જામનગર વંદે ભારત એક્સપ્રેસની ગતિમાં વધારો

Increase in speed of Vande Bharat Express: વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ અને ભાવનગર-એમસીટીએમ (ઉધમપુર) જન્મભૂમિ એક્સપ્રેસ ટ્રેનના વિરમગામ સ્ટેશન પર આગમન પ્રસ્થાનના સમયમાં આંશિક ફેરફાર

અમદાવાદ, 20 ઓક્ટોબર: Increase in speed of Vande Bharat Express: પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને ટ્રેન નંબર 22925/22926 અમદાવાદ-જામનગર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ની ગતિમાં વધારો કરવામાં આવેલ છે. તથા ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ અને ભાવનગર-એમસીટીએમ (ઉધમપુર) જન્મભૂમિ એક્સપ્રેસના  વિરમગામ સ્ટેશન પર આગમન અને પ્રસ્થાનના સમયમાં આંશિક ફેરફાર કરવામાં આવેલ છે. જેની વિગતો નીચે મુજબ છે.

  • ટ્રેન નંબર 22925 અમદાવાદ-જામનગર વંદે ભારત એક્સપ્રેસ 27 ઓક્ટોબર 2023થી અમદાવાદથી 17.55 કલાકને બદલે 18:10 કલાકે ઉપડીને 18:15 કલાકે સાબરમતી, 18:30 કલાકે સાણંદ, 18.58 કલાકે  વિરમગામ, 19:43 કલાકે સુરેન્દ્રનગર, 20.31 કલાકે વાંકાનેર,  21.03 કલાકે રાજકોટ તથા 22.35 કલાકે જામનગર પહોંચશે.
  • ટ્રેન નંબર 22926 જામનગર-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ 27 ઓક્ટોબર 2023થી જામનગરથી 05:30 કલાકને બદલે 05:45 કલાકે ઉપડીને 06:35 કલાકે રાજકોટ, 07:11 કલાકે વાંકાનેર, 08:06 કલાકે સુરેન્દ્રનગર,  08:48 કલાકે વિરમગામ, 09:16 કલાકે સાણંદ, 09:34 કલાકે સાબરમતી તથા 10:10 કલાકે અમદાવાદ  પહોંચશે.
  • ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ ના 27 ઓક્ટોબર 2023 થી વિરમગામ સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 18:56/18:58 કલાકને બદલે 18:50/18:52 કલાકનો રહેશે
  • ટ્રેન નંબર 19107 ભાવનગર-એમસીટીએમ  (ઉધમપુર) જન્મભૂમિ એક્સપ્રેસ ટ્રેનનો 29 ઓક્ટોબર 2023 થી વિરમગામ સ્ટેશન પર  આગમન/પ્રસ્થાનનો સમય 08:30/8:32 કલાકને બદલે 08:25/08:27 કલાકનો રહેશે.

ટ્રેનોના સ્ટોપેજ, સમય અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે યાત્રીઓ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લેવા.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો