Special Drive To Stop Sex Trade Activities: દેહ વ્યાપારની પ્રવૃત્તિઓને બંધ કરાવવાની સ્પેશિયલ ડ્રાઇવમાં બે દિવસમાં કેટલાક સ્થળોએ દરોડા

  • ૩૨ જેટલા સ્પા સેન્ટરો તથા હોટલોના લાયસન્સ રદ કરવા કાર્યવાહી હાથ ધરાઇ

Special Drive To Stop Sex Trade Activities: ૨૪૨ આરોપીઓ સામે ગુના દાખલ કરી ૧૬૯ એફઆઈઆર નોંધવામાં આવી: ૧૫૦ આરોપીઓની ધરપકડ

અમદાવાદ, 20 ઓક્ટોબરઃ Special Drive To Stop Sex Trade Activities: હોટલ અને સ્પા સેન્ટરની આડમાં ચાલતી દેહ વ્યાપારની પ્રવૃત્તિઓને બંધ કરાવવા અંગેની ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સૂચનાથી ગુજરાત પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે ત્યારે પોલીસની અલગ અલગ ટીમો દ્વારા છેલ્લા બે દિવસ દરમિયાન અલગ અલગ ૧૫૪૬ સ્થળો ઉપર રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવ્યા છે.

રાજ્યભરમાં પોલીસે ૨૪૨ આરોપીઓ સામે ૧૬૯ ગુના દાખલ કરી ૧૫૦ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા ૩૨ જેટલા સ્પા સેન્ટરો તથા હોટલોના લાયસન્સ રદ કરવા માટે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો… Cancelled train update: અમદાવાદ-વિરમગામ સેક્શનમાં એન્જિનિયરિંગના કામને કારણે કેટલીક ટ્રેનોને અસર થશે

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો