india corona case update: ત્રીજી લહેરમાં પ્રથમ વખત 1.17 લાખથી વધુ નવા કેસ નોંધાયા, 302ના મોત; વાંચો ક્યા રાજ્યમાં કેટલા નવા કેસ નોંધાયા?

india corona case update: હાલ એક્ટિવ કેસ એટલે કે સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા વધીને 3 લાખ 65 હજાર 439 થઈ

નવી દિલ્હી, 07 જાન્યુઆરીઃ india corona case update: દેશમાં કોરોના મહામારીની ત્રીજી લહેરમાં પ્રથમ વખત નવા કેસનો આંકડો 1 લાખને પાર કરી ગયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં કોરોનાના 1 લાખ 17 હજાર 100 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન 302 લોકોના મોત પણ થયા છે. જ્યારે એક્ટિવ કેસમાં 85,958 વધારો થયો છે.

જ્યારે આપણે દેશમાં કુલ કેસની વાત કરીએ તો, અત્યાર સુધીમાં 3.52 કરોડથી વધુ લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. તેમાંથી 3.43 કરોડ લોકો સાજા થઈ ગયા છે. તેમજ અત્યાર સુધીમાં 4 લાખ 83 હજાર 178 લોકોના મોત પણ થયા છે. હાલમાં એક્ટિવ કેસ એટલે કે સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા વધીને 3 લાખ 65 હજાર 439 થઈ ગઈ છે.

આ પણ વાંચોઃ indian health minister: વધતા કોરોના કેસને જોતા કેન્દ્ર સરકારના નવા આદેશ, વાંચો કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ શું કહ્યું?

કોરોના અપડેટ્સ

  • રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતને કોરોના થયો છે. તેમણે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી હતી. ગેહલોતના પુત્ર વૈભવને પહેલેથી જ કોરોના થયો હતો.
  • પશ્ચિમ બંગાળમાં કોરોનાના વધતા જતા કેસો વચ્ચે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજ્યમાં આવતા-જતા લોકો માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે.
  • દેશના 26 રાજ્યોમાં ઓમિક્રોનના 3007 કેસ નોંધાયા છે.
  • કેન્દ્ર સરકારે 9 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોરોના ટેસ્ટ વધારવાની સૂચના આપી છે.
  • મહારાષ્ટ્રમાં છેલ્લા 4 દિવસમાં રાજ્યની વિવિધ હોસ્પિટલોના 338 ડોક્ટર કોરોના પોઝિટિવ આવ્યા છે.
  • મુંબઈમાં સિયોનમાં 98, જેજેમાં 83, કેઈએમમાં ​​73 અને નાયર હોસ્પિટલમાં 59 ડૉક્ટરો કોરોના પોઝિટિવ થતા દાખલ કરાયા છે.
  • મહારાષ્ટ્રના ગૃહમંત્રી દિલીપ પાટીલના સ્ટાફના ચાર સભ્યો કોરોના પોઝિટિવ મળ્યા છે.
  • ત્રણ દિવસમાં ચંદીગઢ PGIના 196 ડૉક્ટરો, આરોગ્ય કર્મચારીઓ અને અન્ય કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. જેમાં 87 ડોકટરો અને 109 જેટલા સ્ટાફના અન્ય સભ્યો સંક્રમિત થયા છે.

દેશમાં ઓમિક્રોનના 3000થી વધુ કેસ
દેશમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના 3007 કેસ નોંધાયા છે. જો કે, તેમાંથી 1199 લોકો સાજા પણ થયા છે. સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં 876, દિલ્હીમાં 465, કર્ણાટકમાં 333, રાજસ્થાનમાં 291, કેરળમાં 284, ગુજરાતમાં 204 કેસ નોંધાયા છે. જ્યારે તમિલનાડુમાં 121, હરિયાણામાં 114, તેલંગાણામાં 107, ઓડિશામાં 60, ઉત્તર પ્રદેશમાં 31, આંધ્રપ્રદેશમાં 28, બંગાળમાં 27, ગોવામાં 19, આસામમાં 9, મધ્યપ્રદેશમાં 9 અને ઉત્તરાખંડમાં 8 કેસ નોંધાયા છે.

Whatsapp Join Banner Guj