Health workers’ leave canceled: રાજયના આરોગ્ય કર્મીઓની રજાઓ રદ; તાત્કાલિક ફરજ પર હાજર થવા આદેશ

Health workers’ leave canceled: આગામી સમયમા અનિવાર્ય સંજોગો સિવાય રજા મંજૂર કરાશે નહી

ગાંધીનગર, ૦૬ જાન્યુઆરીઃ Health workers’ leave canceled: રાજયમા પ્રવર્તી રહેલ કોવિડ-૧૯ની સાપ્રત પરિસ્થિતિને ધ્યાને લઈને આરોગ્ય વિભાગ દ્વારા રાજયના આરોગ્ય કર્મીઓની રજાઓ રદ કરાઈ છે અને તમામ કર્મીઓને તાત્કાલિક ફરજ પર હાજર થવા આદેશો કરી દેવાયા છે અને આગામી સમયમા અનિવાર્ય સંજોગો સિવાય રજા મંજૂર કરાશે નહી.

આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયાનુસાર રાજ્યમાં હાલ કોવિડ-૧૯ના દર્દીઓની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે અને આગામી સમયમાં રોગનું સંક્રમણ વધવાની શક્યતા રહેલી છે.

જેથી, કોવિડ-૧૯નાં દર્દીઓને સમયસ૨ સા૨વા૨ મળી રહે તથા આરોગ્ય સેવાઓ સુચારૂ રૂપે જળવાઈ રહે તે માટે જાહેર આરોગ્યને લગત સંસ્થાઓમાં ફરજ બજાવતા અધિકારીઓ/કર્મચારીઓ જો (Health workers’ leave canceled) ૨જા ૫૨ હોય તો તેઓની ૨જા ૨દ ક૨ીને તાત્કાલિક ફુરજ પર હાજર થવા જણાવવામાં આવે છે તથા આગામી સમય માટે કોઇ પણ અધિકા૨ી/કર્મચારીની ૨જા અનવાર્ય સંજોગ સિવાય મંજૂ૨ ક૨વામા આવશે નહી.

આ પણ વાંચો…indian health minister: વધતા કોરોના કેસને જોતા કેન્દ્ર સરકારના નવા આદેશ, વાંચો કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ શું કહ્યું?

Whatsapp Join Banner Guj