India gov advisory of corona: ભારતમાં વધ્યો કોવિડ-19નો પ્રકોપ, સરકારે જારી કરી નવી એડવાઇઝરી…

India gov advisory of corona: ગભરાવાની કોઈ વાત નથી, ભીડભાડવાળા વિસ્તારોમાં અંદર અને બહાર માસ્ક પહેરો: નીતિ આયોગના સભ્ય ડૉ. વીકે પૉલ

નવી દિલ્હી, 22 ડિસેમ્બર: India gov advisory of corona: ચીન, દક્ષિણ કોરિયા, અમેરિકા સહિત ઘણા દેશોમાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે. ચીનમાં સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હકીકતમાં કોરોનાને ફેલાવાને રોકવા માટે, ભારત સરકારે એક નવી એડવાઇઝરી બહાર પાડી છે.

કોરોના પર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની બેઠક બાદ નીતિ આયોગના સભ્ય ડૉ. વીકે પૉલે કહ્યું છે કે ગભરાવાની કોઈ વાત નથી. ભીડભાડવાળા વિસ્તારોમાં અંદર અને બહાર માસ્ક પહેરો. આ ઉપરાંત, જેમણે હજુ સુધી બૂસ્ટર ડોઝ નથી મેળવ્યો, તેઓએ શક્ય તેટલી વહેલી તકે તે કરાવવું જોઈએ, જેથી કોરોનાને ફેલાતો અટકાવી શકાય.

મીટિંગના હાઇલાઇટ્સ:

  • મોનિટરિંગ વધારવામાં આવશે
  • ટેસ્ટિંગ વધારવામાં આવશે
  • રસીકરણ કવરેજ વિસ્તારવામાં આવશે
  • નવા વર્ષ અને તહેવાર પર કોઈ પ્રતિબંધ નથી
  • દર અઠવાડિયે એક બેઠક થશે
  • ઉડ્ડયન માટે કોઈ સલાહ નથી

આ પણ વાંચો: OnePlus 11 mobile: OnePlus 11ની પહેલી ઝલક આવી સામે, જાણો શું છે ખાસ અને કિંમત હશે કેટલી?

Gujarati banner 01