E4jwCpQVcAcR Oh

અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના ભાઈ ઇકબાલ કાસકર(iqbal kaskar)ની 25 કિલો ચરસ સાથે ઝડપાયો, મુંબઈ ખાતે NCB એ કરી ધરપકડ

મુંબઈ,23 જૂનઃ અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના ભાઈ ઇકબાલ કાસકરની મુંબઈ નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) એ બુધવારે ધરપકડ કરી છે. ડ્રગ્સ મામલામાં પ્રોડક્શન વોરંટ પર ઇકબાલ કાસક(iqbal kaskar)રની કસ્ટડી લીધી છે. હાલમાં એનસીબીએ ચરસના બે કન્સાઇનમેન્ટ ઝડપ્યા હતા, જેને પંજાબના લોકો કાશ્મીરથી મુંબઈ  બાઇકમાં લાવતા હતા. આ મામલામાં આશરે 25 કિલો ચરસ ઝડપવામાં આવ્યું હતું. 

https://twitter.com/ANI/status/1407638962928119813?s=20

આ મામલામાં આગળની તપાસ દરમિયાન એનસીબીને અન્ડરવર્લ્ડના તાર મળ્યા. આ કારણે અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના ભાઈ ઇકબાલ કાસકર(iqbal kaskar)ની કસ્ટડી એનસીબીએ લીધી છે. ઇકબાલને એનસીબી ઓફિસ લઈ જવામાં આવશે.

ઘટનાની તપાસ દરમિયાન એનસીબીને ટેરર ફન્ડિંગ અને ડ્રગ્સની સપ્લાય માટે અન્ડરવર્લ્ડ કનેક્શન સાથે જોડાયેલા મહત્વના પૂરાવા મળ્યા હતા. તેના આધાર પર એનસીબીએ મુંબઈમાં અનેક જગ્યાએ દરોડા પાડ્યા હતા.

દેશ-દુનિયાની ખબર તમારા મોબાઇલ પર મેળવવવા માટે અહીં ક્લીક કરો.

ધરપકડ કરાયેલા આરોપીઓ અને ચરસની સપ્લાયનું કનેક્શન દાઉદ ઇબ્રાહિમના ભાઈ ઇકબાલ કાસકર(iqbal kaskar)નું સામે આવ્યું જેના આધારે ઠાણે જેલમાં બંધ ઇકબાલ કાસકરના એનસીબીએ રિમાન્ડ લીધા છે. 

આ પણ વાંચોઃ Covid-19 ના ડેલ્ટા પ્લસ વેરિએન્ટ(Delta plus variant)ના કારણે કેન્દ્ર સરકારની ચિંતામાં કર્યો વધારો, સ્વાસ્થ્ય મંત્રાલયે આ રાજ્યોને કર્યા એલર્ટ