Breaking news 02

Iran and Israel travel advisory: ભારતીયોને ઈરાન અને ઈઝરાયલની મુસાફરી ન કરવા વિદેશ મંત્રાલયની એડવાઈઝરી, જાણો શું છે કારણ?

Iran and Israel travel advisory: ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધના ખતરાને ધ્યાનમાં રાખીને સરકારે આ લીધો નિર્ણય

whatsapp banner

દિલ્લી, 12 એપ્રિલ: Iran and Israel travel advisory: ભારત સરકારના વિદેશ મંત્રાલયે ઈરાન અને ઈઝરાયલને લઈને ટ્રાવેલ એડવાઈઝરી જારી કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ત્યાંની પ્રવર્તમાન પરિસ્થિતિને જોતા તમામ ભારતીયોને સલાહ આપવામાં આવે છે કે તેઓ આગળની સૂચના સુધી ઈરાન કે ઈઝરાયેલની યાત્રા ન કરે.

વિદેશ મંત્રાલયે ત્યાં રહેતા ભારતીય નાગરિકોને ત્યાંના દૂતાવાસ સાથે સંપર્કમાં રહેવા અને પોતાની નોંધણી કરાવવા વિનંતી કરી છે. તમારી સુરક્ષાને ધ્યાનમાં રાખીને, બહાર જવાનું ટાળો અને સાવચેતી રાખો.

આ પણ વાંચો:- Rain Alert: 13 થી 15 એપ્રિલ દરમિયાન કમોસમી વરસાદની આગાહી; વધુ જાણકારી માટે ખેડૂતો આ નંબર સંપર્ક કરવા

દૂતાવાસ પર હુમલા બાદ ઈરાન યુદ્ધ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ઈરાન આ હુમલા માટે ઈઝરાયેલને જવાબદાર માની રહ્યું છે. ઈઝરાયેલ આ વાતને નકારી રહ્યું છે. માનવામાં આવે છે કે ઈરાન 24 થી 48 કલાકમાં ઈઝરાયેલ પર હુમલો કરી શકે છે. વોલ સ્ટ્રીટ જર્નલ મીડિયાના અહેવાલ મુજબ ઈરાન સૌથી પહેલા ઈઝરાયેલની સરહદને નિશાન બનાવી શકે છે.

ઉલ્લેખનીય છે કે, ઈરાને આ હુમલા માટે ઈઝરાયલને જવાબદાર ઠેરવ્યું હતું જેમાં તેનો એક સૈન્ય કમાન્ડર અને છ અધિકારીઓ માર્યા ગયા હતા. ઈરાન ઈઝરાયલ પર સીધો હુમલો કરે તેવી શક્યતા નથી. તે હુમલા કરવા માટે લેબનોનમાં હિઝબુલ્લાહ અને યમનમાં હુથી જેવા સંગઠનોનો ઉપયોગ કરી શકે છે. આ દરમિયાન ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું, ‘અમે સંરક્ષણ અને હુમલા બંનેમાં ઈઝરાયલની સુરક્ષા જરૂરિયાતોને પહોંચી વળવાની તૈયારી કરી રહ્યા છીએ.’

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો