Encounter with terrorists in JK

Jammu-Kashmir Encounter: જમ્મુના રાજૌરીમાં સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર માર્યો, વાંચો વિગતે

Jammu-Kashmir Encounter: બે થી ત્રણ આતંકીઓ ઘેરાયેલા હોવાના પણ સમાચાર…

શ્રીનગર, 02 જૂનઃ Jammu-Kashmir Encounter: જમ્મુના રાજૌરી જિલ્લાના દરસલ વિસ્તારમાં એન્કાઉન્ટરના સમાચાર સામે આવ્યા છે, જેમાં સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર માર્યો છે. આ ઓપરેશન આજે વહેલી સવારે શરૂ થયું હતું. આ સાથે જ બેથી ત્રણ આતંકીઓ ઘેરાયેલા હોવાના પણ સમાચાર છે. આ પહેલા મે મહિનામાં પણ સુરક્ષાદળોએ અહીં આતંકીઓ સાથે એન્કાઉન્ટર કર્યું હતું, જેમાં પાંચ જવાનો શહીદ થયા હતા.

હકીકતમાં, શુક્રવારની વહેલી સવારે સુરક્ષા દળોને માહિતી મળી હતી કે રાજૌરીના દસલ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા છે, ત્યારબાદ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન જ્યારે આતંકીઓએ સુરક્ષા દળોને આવતા જોયા તો તેઓએ જવાનો પર ફાયરિંગ શરૂ કરી દીધું.

સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહી કરી અને આતંકીઓ પર ગોળીબાર શરૂ કર્યો, જેમાં 1 આતંકી માર્યા ગયાના સમાચાર સામે આવી રહ્યા છે. આ સાથે સુરક્ષા દળોએ વિસ્તારને સીલ કરી દીધો છે.

અમરનાથ યાત્રા માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી 

આ વર્ષે અમરનાથ યાત્રા માટે જમ્મુ-કાશ્મીરમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. જેના કારણે ગુરુવારે જમ્મુ-કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે શ્રીનગરમાં પોલીસ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.

આ પહેલા મે મહિનાની શરૂઆતમાં રાજૌરી વિસ્તારમાં આતંકી હુમલામાં 5 જવાનો શહીદ થયા હતા. આ સાથે જ બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ હુમલા બાદ રાજૌરી વિસ્તારમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી.

આ પણ વાંચો… GST Collection In May: મોદી સરકાર માટે વધુ એક સારા સમાચાર, રેકોર્ડ સ્તરે GST કલેક્શન…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો