GST Collection In May: મોદી સરકાર માટે વધુ એક સારા સમાચાર, રેકોર્ડ સ્તરે GST કલેક્શન…

GST Collection In May: GST કલેક્શન મે મહિનામાં 12 ટકા વધીને રૂ. 1.57 લાખ કરોડ થયું

નવી દિલ્હી, 02 જૂનઃ GST Collection In May: મોદી સરકાર માટે મોંઘવારી દરમાં ઘટાડા સાથે GST મોરચે પણ સારા સમાચાર આવ્યા છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) કલેક્શન મે મહિનામાં 12 ટકાના વધારા સાથે રૂ. 1.57 લાખ કરોડ થયું હતું. આ સતત ત્રીજો મહિનો છે જ્યારે GST કલેક્શન રૂ. 1.50 લાખ કરોડથી ઉપર રહ્યું છે. આ અંગેની માહિતી નાણા મંત્રાલયે આપી છે. નિષ્ણાતો કહે છે કે આ છેલ્લા એક વર્ષથી તમામ રાજ્યોમાં સતત સારું આર્થિક પ્રદર્શન દર્શાવે છે.

 મે 2023માં કુલ 1 લાખ 57 હજાર 90 લાખ કરોડ રૂપિયામાંથી 28 હજાર 411 કરોડ રૂપિયા CGST દ્વારા એકત્રિત કરવામાં આવ્યા છે. એપ્રિલ મહિનામાં CGST દ્વારા 38 હજાર 400 કરોડનો ટેક્સ મળ્યો હતો. તો મે મહિનામાં SGST 35 હજાર 800 કરોડ રૂપિયા હતો. ગયા મહિને આ આંકડો 47 હજાર 400 કરોડ રૂપિયા હતો.

વર્ષ દરમિયાન GSTમાં 12 ટકાનો વધારો

વાર્ષિક ધોરણે મે 2022ની સરખામણીએ આ વર્ષે મે મહિનામાં GST કલેક્શનમાં 12 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે. બીજી તરફ, માસિક જીએસટી કલેક્શનનો આંકડો સતત 14મા મહિને રૂ. 1.4 લાખ કરોડને પાર કરી ગયો છે. તે જ સમયે, GST લાગુ થયા પછી, આ પાંચમી વખત છે જ્યારે GSTનો આંકડો 1.5 લાખ કરોડને વટાવી ગયો છે.

એપ્રિલ મહિનામાં કેટલો GST

એપ્રિલ 2023માં 1,87,035 કરોડ GST એકત્રિત કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર, આનો કેન્દ્રીય હિસ્સો એટલે કે CGST રૂ. 38440 કરોડ છે જ્યારે રાજ્યનો હિસ્સો એટલે કે SGST રૂ. 47412 કરોડ છે રૂ. જ્યારે ઈન્ટિગ્રેટેડ GST એટલે કે IGST (IGST) કલેક્શન 89158 કરોડ રૂપિયા છે.

ગયા વર્ષે એપ્રિલ 2022માં એકત્ર કરાયેલા GSTની સરખામણીએ, આ વર્ષે એપ્રિલમાં એકત્રિત કરવામાં આવેલ GST 12% વધુ છે. આ વર્ષે એપ્રિલ મહિનામાં એકત્ર થયેલો GST ગયા વર્ષના એપ્રિલ મહિનામાં એકત્રિત થયેલી GST આવક કરતાં રૂ. 19,495 કરોડ વધુ છે.

આ પણ વાંચો… Girdharnagar Bridge Closed: ગિરધરનગર બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ રહેશે, વાંચો વિગતે…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો