Jayant Sinha

Jayant Sinha: ગૌતમ ગંભીર બાદ ભાજપના આ નેતાએ પણ રાજકારણમાંથી લીધો સંન્યાસ- જાણો શું છે કારણ?

Jayant Sinha: જયંત સિન્હાએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા રાજકીય ફરજોમાંથી મુક્ત કરવા વિનંતી કરી છે

નવી દિલ્હી, 02 ફેબ્રુઆરીઃ Jayant Sinha: આજે સવારે પૂર્વ દિલ્હીના ભાજપના સાંસદ અને પૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીરે રાજનીતિથી સન્યાસ લેવાનો નિર્ણય કર્યો હતો, ત્યારે હવે હજારીબાગના સાંસદે ચૂંટણી જવાબદારીઓમાંથી મુક્તિની માંગ કરી છે. જયંત સિન્હાએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા રાજકીય ફરજોમાંથી મુક્ત કરવા વિનંતી કરી છે.

જયંત સિન્હાએ સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરતા કહ્યું હતું કે, ‘હું પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાને વિનંતી કરું છે કે મને મારી રાજકીય ફરજોમાંથી મુક્ત કરો જેથી કરીને હું ભારતમાં અને સમગ્ર વિશ્વમાં ક્લાઈમેટ ચેન્જનો સામનો કરવા માટે મારા પ્રયત્નો પર ધ્યાન કેન્દ્રિત કરી શકું.હું આર્થિક અને શાસન સંબંધિત મુદ્દાઓ પર પાર્ટી સાથે કામ કરવાનું ચાલુ રાખીશ. મને છેલ્લા દસ વર્ષથી ભારત અને હજારીબાગની જનતાની સેવા કરવાનું સૌભાગ્ય મળ્યું છે. ‘આ ઉપરાંત, મને વડા પ્રધાન નરેન્દ્ર મોદી , ગૃહમંત્રી અમિત શાહને મારા હૃદયપૂર્વક આભાર. જય હિંદ.’

આ પણ વાંચોઃ Anant-Radhika Pre-wedding: અનંત-રાધિકાના પ્રિ-વેડિંગ ફંક્શનના સેલિબ્રેશનમાં સ્ટાલિશ અવતારમાં જોવા મળ્યો અંબાણી પરિવાર અને સેલેબ્સ, જુઓ ફોટોઝ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો