Karnataka CM Oath: કર્ણાટકના મુખ્યમંત્રી બન્યા સિદ્ધારમૈયા, જાણો કોણે લીધા મંત્રી પદના શપથ

Karnataka CM Oath: સિદ્ધારમૈયાએ કર્ણાટકના મુખ્યમંત્રી અને ડીકે શિવકુમારે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા

નવી દિલ્હી, 20 મેઃ Karnataka CM Oath: કોંગ્રેસના દિગ્ગજ નેતા સિદ્ધારમૈયાએ આજે ​​કર્ણાટકના 30માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. જ્યારે ડીકે શિવકુમારે નવી સરકારમાં નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. આ સિવાય અન્ય આઠ ધારાસભ્યોને સિદ્ધારમૈયા કેબિનેટમાં સ્થાન મળ્યું છે.

શપથ ગ્રહણ સમારોહમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પહોંચ્યા હતા. જ્યારે બિન-ભાજપ શાસિત રાજ્યોના અનેક મુખ્યમંત્રીઓ પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા.

અમે કર્ણાટકની જનતાનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએઃ રાહુલ ગાંધી

શપથ ગ્રહણ સમારોહ બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે, આ જીતનું એક કારણ એ છે કે કોંગ્રેસ ગરીબો, દલિત, આદિવાસીઓ અને પછાત લોકો સાથે ઉભી છે, સત્ય અમારી સાથે હતું. તમે બધાએ ભાજપની નફરતને હરાવી છે. તમે ભાજપના ભ્રષ્ટાચારને હરાવ્યો છે. ભાજપ પાસે અઢળક સંપત્તિ અને પૈસા હતા અને અમારી પાસે કંઈ નહોતું. આ માટે અમે કર્ણાટકના લોકોનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.

જાણો કોણે લીધા મંત્રી પદના શપથ

કર્ણાટકના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી ઉપરાંત ધારાસભ્ય સતીશ જરકીહોલી, ડો.જી. પરમેશ્વર, કેએચ મુનિયપ્પા, કેજે જ્યોર્જ અને એમબી પાટીલે નવી ચૂંટાયેલી કર્ણાટક સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા.

આ પણ વાંચો… CM Narmada Puja: લોકમાતા નર્મદા ની આરતીમાં સહભાગી થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો