Karnataka CM Race: કર્ણાટકને મળી ગયા નવા મુખ્યમંત્રી! કોંગ્રેસ અધ્યક્ષએ આ નામ પર ઢોળ્યો કળશ

Karnataka CM Race: નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ 18 મેના રોજ બપોરે 3.30 કલાકે કાંતિરવા સ્ટેડિયમમાં યોજાશેઃ સૂત્રો

નવી દિલ્હી, 17 મેઃ Karnataka CM Race: ચાર દિવસના મંથન બાદ કોંગ્રેસે કર્ણાટકના સીએમનું નામ ફાઈનલ કર્યું છે. પાર્ટીએ ફરી એકવાર સિદ્ધારમૈયા પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ તેમના નામને મંજૂરી આપી દીધી છે. કર્ણાટક સીએમની રેસમાં સિદ્ધારમૈયા તેમના પ્રતિસ્પર્ધી ડીકે શિવકુમાર પર હાવી રહ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ 18 મેના રોજ બપોરે 3.30 કલાકે કાંતિરવા સ્ટેડિયમમાં યોજાશે

ડીકે શિવકુમારને આ નિર્ણય મંજૂર નથી!

બીજી તરફ ડીકે શિવકુમાર આ નિર્ણયને મંજૂર કરતા નથી. સોનિયા અને રાહુલ ગાંધી સાથે એક કલાક સુધી વાત કરવા છતાં તેઓ સિદ્ધારમૈયાને સીએમ બનાવવા માટે રાજી ન થયા. આવી સ્થિતિમાં તેઓ પોતે ડેપ્યુટી સીએમ બનવા માંગતા નથી. શિવકુમારનું કહેવું છે કે જો કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મુખ્યમંત્રી બનાવવામાં આવે તો તેઓ તેમના નેતૃત્વમાં કામ કરવા તૈયાર છે.

સુત્રોના જણાવ્યા મુજબ ડીકે કેબિનેટમાં સામેલ ન થાય અને પ્રદેશ અધ્યક્ષ બની રહે તેવી શક્યતા પણ માનવામાં આવી રહી છે. જ્યારે તેમના ભાઈ ડીકે સુરેશ કે જેઓ સંસદસભ્ય પણ છે તેમને નાયબ મુખ્યપ્રધાન બનાવીને અનેક મોટા મંત્રાલયો આપવામાં આવે. આ રીતે ડીકે શિવકુમારની પાર્ટી અને સરકાર બંને પર પકડ અકબંધ રહેશે અને તેઓ સિદ્ધારમૈયા પર પણ નજર રાખી શકશે.

બેઠકોના બહુવિધ રાઉન્ડ

કર્ણાટકના સીએમની પસંદગી માટે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે અનેક રાઉન્ડની બેઠકો યોજાઈ હતી. મંગળવારે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ ખડગેના ઘરે પહોંચ્યા હતા, જ્યાં બંને વચ્ચે લગભગ દોઢ કલાક સુધી નામને લઈને ચર્ચા થઈ હતી. સૂત્રોનું માનીએ તો આ બેઠક બાદ જ સિદ્ધારમૈયાનું નામ ફાઈનલ થયું.

સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર પણ મંગળવારે મોડી સાંજે મલ્લિકાર્જુન ખડગેને મળવા માટે અલગ-અલગ પહોંચ્યા હતા. પહેલા ડીકે શિવકુમાર મળવા આવ્યા અને તેમના ગયા પછી સિદ્ધારમૈયા તેમને મળ્યા. તે જ સમયે, બુધવારે સિદ્ધારમૈયાએ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. આના થોડા સમય બાદ તેમનું નામ ફાઈનલ થવાના સમાચાર સામે આવ્યા હતા.

આ પણ વાંચો… Modi Cabinet Decision: મોદી મંત્રીમંડળે IT હાર્ડવેર માટે લીધો મહત્વપૂર્ણ નિર્ણય

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો