Kaushal Bhawan Inauguration

Kaushal Bhawan Inauguration: ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કૌશલ ભવનનું ઉદ્ઘાટન કર્યું

Kaushal Bhawan Inauguration: આ અત્યાધુનિક ઓફિસ બિલ્ડીંગ નવી વર્ક કલ્ચરની શરૂઆત કરવા અને સ્કીલ ઈન્ડિયા મિશનને વેગ આપવા માટે સલામત, અનુકૂળ અને કાર્યક્ષમ વાતાવરણ પ્રદાન કરવાના ઉદ્દેશ્ય સાથે બનાવવામાં આવી

અમદાવાદ, 24 જાન્યુઆરીઃ Kaushal Bhawan Inauguration: ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે (24 જાન્યુઆરી, 2024) નવી દિલ્હીમાં કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલયની નવી ઇમારત- કૌશલ ભવનનું ઉદ્ઘાટન કર્યું.

આ પ્રસંગે, રાષ્ટ્રપતિએ PM વિશ્વકર્મા, PM જનમન, કૌશલ્ય સંપાદન અને આજીવિકા પ્રમોશન (સંકલ્પ), પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના (PMKVY) અને પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના જેવી સરકારની વિવિધ પહેલોના લાભાર્થીઓ દ્વારા સ્થાપિત પ્રદર્શન સ્ટોલની મુલાકાત લીધી હતી. તેમની સાથે વાતચીત કરી.

કૌશલ ભવન જેનો શિલાન્યાસ માર્ચ 2019માં કરવામાં આવ્યો હતો તે મંત્રાલય તેમજ તેની સાથે સંકળાયેલી સંસ્થાઓ- ડિરેક્ટોરેટ જનરલ ઓફ ટ્રેનિંગ, નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ અને નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશન માટે ઓફિસ સ્પેસ પ્રદાન કરશે.

આધુનિક સુવિધાઓ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી સજ્જ આ અત્યાધુનિક ઓફિસ બિલ્ડીંગ નવી વર્ક કલ્ચરની શરૂઆત કરવા અને સ્કીલ ઈન્ડિયા મિશનને વેગ આપવા માટે સલામત, અનુકૂળ અને કાર્યક્ષમ વાતાવરણ પ્રદાન કરવાના ઉદ્દેશ્ય સાથે બનાવવામાં આવી છે.

આ પણ વાંચો…14th National Voter’s Day: આવતીકાલે કરાશે 14મા રાષ્ટ્રીય મતદાતા દિવસની રાજ્યકક્ષાની ઉજવણી

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો