14th National Voter’s Day: આવતીકાલે કરાશે 14મા રાષ્ટ્રીય મતદાતા દિવસની રાજ્યકક્ષાની ઉજવણી

14th National Voter’s Day: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં તા.૨૫ જાન્યુઆરીના રોજ ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી ખાતે યોજાશે કાર્યક્રમ

  • જિલ્લા ચૂંટણી અધિકારીઓ, મતદાર નોંધણી અધિકારીઓ, યુથ વોટર ફેસ્ટિવલ-૨૦૨૩ તથા ડિઝીટલ કન્ટેન્ટ કૉમ્પિટીશનની વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને પુરસ્કાર આપવામાં આવશે

ગાંધીનગર, 24 જાન્યુઆરીઃ 14th National Voter’s Day: આવતીકાલે ગાંધીનગર સ્થિત ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં થનાર આ ઉજવણીમાં ‘હું ભારત છું’ ગીત સાથે ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારનો સંદેશ પણ પ્રસારિત કરવામાં આવશે.

આ પ્રસંગે મહાનુભાવો દ્વારા ઉત્તમ કામગીરી કરનાર જિલ્લા ચૂંટણી તંત્રના અધિકારીઓને પુરસ્કાર આપવામાં આવશે. સાથે-સાથે યુથ વોટર ફેસ્ટિવલ-૨૦૨૩ તથા ડિઝિટલ કન્ટેન્ટ કૉમ્પિટિશનની વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા થયેલા મતદારોને પણ પુરસ્કૃત કરવામાં આવશે. રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીના ભાગરૂપે શાંતિપૂર્ણ અને નૈતિક મતદાનના માધ્યમથી લોકતાંત્રિક મૂલ્યોને જાળવી રાખવા રાજ્ય ચૂંટણી તંત્ર દ્વારા મતદાર શપથ ગ્રહણ કરાવવામાં આવશે.

ભારતના ચૂંટણી પંચ દ્વારા સતત ૧૪મા વર્ષે થનાર રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી ‘મતદાન જેવું કંઈ નહીં, અમે મતદાન જરૂર કરીશું’ની થીમ પર કરવામાં આવશે. વિશ્વની સૌથી મોટી લોકશાહીના અમૂલ્યાધિકાર તરીકે પ્રાપ્ત થતા મતાધિકાર અંગે જાગૃતિ કેળવાય અને દેશના તમામ પાત્ર નાગરિકો ચૂંટણી પ્રક્રિયામાં સહભાગી થાય તેવા ઉદ્દેશ સાથે રાજ્યકક્ષાએ અને જિલ્લા કક્ષાએ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવશે.

રાષ્ટ્રીય મતદાતા દિવસની રાજ્યકક્ષાની ઉજવણીમાં દરેક જિલ્લા અને તાલુકા મથકોએથી જિલ્લા ચૂંટણી અધિકારીઓ તથા ચૂંટણી તંત્ર સાથે સંકળાયેલા અધિકારી-કર્મચારીઓ તથા શૈક્ષણિક સંસ્થાઓ અને સામાજીક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે.

રાજ્યના તમામ નાગરિકો રાષ્ટ્રીય મતદાતા દિવસની રાજ્યકક્ષાની ઉજવણી સવારે ૧૧.૦૦ કલાકથી મુખ્ય નિર્વાચન અધિકારી, ગુજરાતની વેબસાઈટ https://ceo.gujarat.gov.in, ફેસબુક પેજ CEO Gujarat તથા યુટ્યુબ ચેનલ https://www.youtube.com/@CEOGujaratState પર નિહાળી શકશે.

આ પણ વાંચો… Ayodhya Darshan BJP Campaign: રામલલાના દર્શનાર્થીઓ માટે ભાજપની ખાસ ભેટ, 1000 રૂપિયામાં કરાવશે દર્શન

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો