Elephant

Launch of Vantara: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ ફાઉન્ડેશને પ્રાણીઓના બચાવ-રક્ષણ માટે શરૂ કરી ‘વંતારા’

બિઝનેસ ડેસ્ક, 27 ફેબ્રુઆરીઃ Launch of Vantara: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ગઈકાલે વંતારા (સ્ટાર ઓફ ધ ફોરેસ્ટ) પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો હતો. આ પહેલ હેઠળ, ઘાયલ અને શોષિત પ્રાણીઓના બચાવ, સંભાળ, સંરક્ષણ અને પુનર્વસન ભારત અને વિદેશમાં કરવામાં આવશે.

આ પણ વાંચો.. Cough Syrup Case: ઝેરી કફ સિરપ પીવાથી 68 બાળકોના મોતના મામલે 21 લોકોને સજા, વાંચો વિગત

રિલાયન્સના જામનગર રિફાઈનરી કોમ્પ્લેક્સના 3000 એકરના ગ્રીન બેલ્ટમાં વંતારાનું સંચાલન કરવામાં આવશે. અહીં પ્રાણીઓને જંગલ જેવું વાતાવરણ પૂરું પાડવામાં આવશે. જ્યાં વિશ્વના સૌથી મોટા પ્રાણી નિષ્ણાતો તેમની સંભાળ લેશે.

રિલાયન્સ દ્વારા વંતારા હેઠળ હાથી કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. અહીં 200 થી વધુ હાથીઓ છે, જેમની સંભાળ માટે 500 થી વધુ કર્મચારીઓને રાખવામાં આવ્યા છે. આ સાથે આધુનિક સુવિધાઓ સાથે 25,000 સ્ક્વેર ફૂટની એલિફન્ટ હોસ્પિટલ બનાવવામાં આવી છે. હાથીઓ માટે 14,000 ચોરસ ફૂટમાં એક ખાસ રસોડું પણ બનાવવામાં આવ્યું છે.

આ સિવાય રેસ્ક્યુ સેન્ટર પણ બનાવવામાં આવ્યું છે. તે 650 એકરમાં ફેલાયેલું છે. જ્યાં લુપ્તપ્રાય પ્રજાતિઓની કાળજી લેવામાં આવશે અને આ માટે 2100થી વધુ કર્મચારીઓનો સ્ટાફ છે. અહીં એક લાખ ચોરસ ફૂટની પશુ હોસ્પિટલ પણ બનાવવામાં આવી છે. જ્યાં તમામ આધુનિક સુવિધાઓ છે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો