corona image

Corona cases in ahmedabad: અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો ડબલ ડિજિટમાં નોંધાયા, 18 કેસો નોંધાયા

Corona cases in ahmedabad: આજે નોંધાયેલા 18 કેસો પૈકી 17 દર્દીઓ સાજો થતા તેમને રજા આપવામાં આવી છે. કેસો સામે મૃત્યુમાં કોઈ આંકડો સામે ના આવતા રાહતના સમાચાર છે. 

અમદાવાદ, 29 મેઃ Corona cases in ahmedabad: અમદાવાદમાં કોરોનાના કેસોમાં વધઘટ જોવા મળી રહી છે. ક્યારેક સિંગલ ડિજિટમાં તો ક્યારેક ડબલ ડિજિટમાં કોરોના કેસો નોંધાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં કોરોનાના 18 કેસો નોંધાયા છે. એપ્રિલ મહિનામાં કોરોનાના 10 આસપાસ કેસો નોંધાતા હતા જેમાં વધારો થઈ રહ્યો છે. જો કે, મે મહિનામાં અમદાવાદમાં એનઆઈડીમાં નોંધાયેલા કેસો બાદ 30 જેટલા કેસો નોંધાતા હતા. અત્યારે કોરોના કેસો ઘટી રહ્યા છે. 

21 દિવસથી કોરોનાના કેસ ડબલ ડિજિટમાં નોંધાયા છે. ખાસ કરીને અમદાવાદ જિલ્લામાં છેલ્લા એક મહિનાથી કોઈ કોરોના કેસ સામે નહોતો આવતો તેમાં પણ 3 કેસ સામે આવ્યા છે. આજે નોંધાયેલા 18 કેસો પૈકી 17 દર્દીઓ સાજો થતા તેમને રજા આપવામાં આવી છે. કેસો સામે મૃત્યુમાં કોઈ આંકડો સામે ના આવતા રાહતના સમાચાર છે. 

આ પણ વાંચોઃ Black Ticket marketing: અમદાવાદમાં IPL ક્રિકેટમાં ટિકિટોની કાળાબજારી કરનારની ખેર નહીં, પોલીસે 17 ટીમો બનાવી, રાખશે ચાંપતી નજર

અમદાવાદમાં ગુજરાતની અંદર સૌથી વધુ કોરોના કેસો નોંધાઈ રહ્યા છે. આ સાથે સાથે કોરોના સામેના હથિયાર એવા રસીકરણની પ્રક્રિયા પણ અમદાવાદમાં તેજ ચાલી રહી છે. .છેલ્લા 24 કલાકની અંદર 18,095 નાગરીકોને રસીથી સુરક્ષિત કરવામાં આવ્યા હતા. જેમાં 217 લોકોએ પ્રથમ ડોઝ અને 14 હજારથી વધુ લોકોઓ કોરોના રસીનો બીજો ડોઝ લીધો હતો. (સોર્સઃ ન્યુઝ રીચ) 

આ પણ વાંચોઃ Mango suji cake: કેરીની સિઝનમાં બનાવો ટેસ્ટી મેંગો સોજીની કેક, જાણો તેની આસાન રેસીપી

Gujarati banner 01