Vibrant gujarat 2022

Vibrant gujarat 2022:આગામી વાયબ્રન્ટ ગુજરાત સમિટ અધિકારીઓની આ નવી ટીમ આયોજિત કરશે

ગાંધીનગર, 29 મે: Vibrant gujarat 2022; ગુજરાતની 10મી વાયબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટ જ્યારે યોજાશે ત્યારે હાલના ચીફ સેક્રેટરી પંકજકુમાર અને ઉદ્યોગ વિભાગના અધિક મુખ્યસચિવ ડો. રાજીવકુમાર ગુપ્તા નહીં હોય કેમ કે તેઓ આ મહિનાના અંતે વયનિવૃત્ત થઇ રહ્યાં છે.

ઉદ્યોગ વિભાગના ટોચના સૂત્રોએ જણાવ્યું હતું કે સરકારે કોરોનાના કારણે બીજીવખત મુલતવી રાખેલી વાયબ્રન્ટ સમિટ હવે જાન્યુઆરી 2023માં યોજનારી છે. આ સમિટમાં હવે નવા ઓફિસરોના હાથમાં કમાન આવી જશે. રાજ્યમાં છેલ્લી સમિટ 2019માં થઇ હતી.

નવી સમિટમાં (Vibrant gujarat 2022) રાહુલ ગુપ્તા, મમતા વર્મા, અવંતિકા સિંઘ, પંકજ જોશી, એસ અપર્ણા, વિપુલ મિત્રા, એકે રાકેશ, સુનયના તોમર, કમલ દાયાણી, એમકે દાસ, મનોજ અગ્રવાલ, અંજુ શર્મા, એકજે હૈદર, જેપી ગુપ્તા, ટી નટરાજન, મુકેશકુમાર, અશ્વિનીકુમાર, સોનલ મિશ્રા, ધનંજ્ય દ્વિવેદી, મુરલી ક્રિશ્ના, હરિત શુક્લા, વિનોદ રાવ, એમ થેન્નારસન, મિલિન્દ તોરવણે, આરતી કનવર, વિજય નહેરા અને લોચન સેહરા જેવા અધિકારીઓ પ્રાઇમ પોસ્ટીંગમાં આવશે અને તેઓ વાયબ્રન્ટ સમિટનું નેતૃત્વ કરશે.

સૌ પ્રથમ આ સમિટ 2021માં થવાની હતી પરંતુ મહામારીના કારણે થઇ શકી ન હતી. ત્યારબાદ આ સમિટ 2022માં થવાની હતી. આ સમિટ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે પૂર્ણ તૈયારીઓ કરી હતી છતાં છેલ્લી ઘડીએ મોકુફ રાખવામાં આવી હતી. એકોમોડેશનની મુશ્કેલી, આરોગ્યની ચિંતા, વિભાગો વચ્ચે સંકલનનો અભાવ, વધતું જતું કોરોના સંક્રમણ અને ઉદ્યોગજૂથોનો કંગાળ પ્રતિભાવ એ બઘાં કારણોથી સરકારને મોકુફીનો નિર્ણય લેવાની ફરજ પડી હોવાનું જણાઇ રહ્યું છે.

હવે રાજ્યમાં ડિસેમ્બર મહિનામાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. નવી સરકાર જો ભાજપની બની તો પહેલું કામ વાયબ્રન્ટ સમિટનું કરવાનું રહેશે. સરકાર અને સંગઠન હાલ ચૂંટણીની તૈયારીના કામમાં લાગી ગયું હોવાથી આ સમિટ 2022માં તો થઇ શકે તેવી સ્થિતિ નથી.

આ પણ વાંચો..New rules for women: ઉત્તર પ્રદેશની અંદર સાંજે 7 વાગ્યા પછી મહિલાઓ નાઈટ ડ્યુટી નહીં કરાવી શકો

Gujarati banner 01