Mahant Narendra Giri Death Case

Mahant Narendra Giri Death Case: આનંદ ગિરીને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા – વાંચો શું છે મામલો?

Mahant Narendra Giri Death Case: સુસાઇડ નોટ બતાવીને આનંદ ગિરીની પોલીસના અલગ-અલગ અધિકારીઓએ પૂછપરછ કરી

નવી દિલ્હી, 22 સપ્ટેમ્બરઃ Mahant Narendra Giri Death Case: મહંત નરેન્દ્ર ગિરીના મૃત્યુ મામલે આનંદ ગિરીને 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. અગાઉ મહંતના મોતના કેસમાં આનંદ ગીરીની પોલીસે 12 કલાક સુધી પૂછપરછ કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર સુસાઇડ નોટ બતાવીને આનંદ ગિરીની પોલીસના અલગ-અલગ અધિકારીઓએ પૂછપરછ કરી હતી. આનંદ ગિરીએ કહ્યું કે મને ફસાવવામાં આવી રહ્યો છે. તપાસ થવી જોઈએ.

પ્રયાગરાજની CJM કોર્ટે આનંદ ગીરીને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. આ સિવાય હનુમાન મંદિરના મુખ્ય પુજારી આદ્યા તિવારીને પણ ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. બંનેને પ્રયાગરાજની નૈની સેન્ટ્રલ જેલમાં મોકલવામાં લાવી રહ્યા છે.

પ્રયાગરાજમાં મહંત નરેન્દ્ર ગિરીને તેમની ઈચ્છા મુજબ જમીન સમાધિ આપવામાં આવી હતી. આ દરમિયાન મહંત નરેન્દ્ર ગિરીને જોવા માટે મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા હતા. મહંત નરેન્દ્ર ગિરીના અવસાનથી બે પ્રશ્નો ઉભા થયા. પહેલો એ છે કે નરેન્દ્ર ગિરીનું મૃત્યુ હત્યા છે કે આત્મહત્યા અને બીજો પ્રશ્ન એ છે કે મહંત ગિરીની ગાદીનો વારસદાર કોણ હશે? અનુગામી તરીકે જે નામ બહાર આવી રહ્યું છે તે બલવીર ગિરી છે.

આ પણ વાંચોઃ Rainwater harvesting problem: વરસાદ બંધ થયાના ૨૪ કલાક બાદ પણ પાણીનો નિકાલ નહિ, વાંચો વિગત

પરંતુ બલવીર ગિરીના નિવેદન બદલવાને કારણે તેમના પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. અખાડા પરિષદે બલવીર ગિરીના નામની જાહેરાતને સત્તાવાર રીતે મુલતવી રાખી છે. આવી સ્થિતિમાં સવાલ એ છે કે બલવીર ગિરી મઠના નવા અનુગામી હશે કે અન્ય કોઈ?

ઉલ્લેખનીય છે કે, મહંત નરેન્દ્ર ગિરીની સ્યુસાઇડ નોટમાં તેમના શિષ્ય બલવીર ગિરી, જેમણે તેમને તેમના અનુગામી બનાવવા વિશે લખ્યું હતું, તેમના ગુરુના હસ્તાક્ષર અંગે બે અલગ અલગ નિવેદનો આપ્યા છે. ગઈકાલે સુસાઈડ નોટ મળ્યા બાદ બલવીર ગિરીએ કહ્યું કે તે ગુરુજીની હસ્તલિખિત છે. પરંતુ આજે જ્યારે તેને સુસાઈડ નોટ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે હસ્તાક્ષરને ઓળખવાની ના પાડી દીધી.

Whatsapp Join Banner Guj