wr sanman

DRM Tarun Jain: ડીઆરએમ તરુણ જૈનએ રાકેશ પાઠકને ઉત્તમ કાર્ય માટે સન્માનિત કર્યા

અમદાવાદ , ૨૨ સપ્ટેમ્બર: DRM Tarun Jain: પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના વાણિજ્ય વિભાગમાં કાર્યરત ટ્રેન સુપરવાઇઝર રાકેશ પાઠકને પ્રામાણિક અને અનુકરણીય કાર્ય માટે મંડળ રેલ પ્રબંધક તરુણ જૈન (DRM Tarun Jain) દ્વારા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા. મંડળ રેલ પ્રવક્તાએ માહિતી આપતા કહ્યું કે, રાકેશ પાઠક 01 ઓગસ્ટ 2021 ના રોજ સ્વર્ણ જયંતી રાજધાની એક્સપ્રેસમાં ફરજ પર હતા.

ફરજ દરમિયાન, રાત્રે 10:00 વાગ્યાની આસપાસ, કોમર્શિયલ કંટ્રોલ અજમેરથી મેડિકલ ઇમરજન્સી માટે કોલ આવ્યો. તરત જ પાઠક કોચ A-3 માં પેસેન્જરની પાસે ગયા ત્યારે ખબર પડી કે પેસેન્જર ટોઇલેટમાં પડી ગયા છે અને તેઓને ડોક્ટરની જરૂર છે. પાઠકે ટ્રેનમાં જાહેર સૂચના સિસ્ટમ (PAS) ના માધ્યમ દ્વારા ટ્રેનમાં બનેલી ઘટના વિશે જાહેરાત કરી, લગભગ 8 થી 10 ડોક્ટરો આવ્યા અને દર્દીની તપાસ કર્યા બાદ કહ્યું કે ચિંતા કરવાની જરૂર નથી. પેસેન્જરને બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ ની બીમારી હતી.

તેઓને જમ્યા પછી દવા આપવામાં આવી હતી. સમગ્ર ઘટનાની જાણ પેસેન્જરના સંબંધીઓને અને કોમર્શિયલ કંટ્રોલ, અજમેરને કરવામાં આવી હતી.આ રીતે, રાકેશ કુમાર પાઠકે ઈમાનદારી અને આદર્શનીય સેવાનો પરિચય આપ્યો અને જરૂરિયાતમંદ મુસાફરોને મદદ કરીને ભારતીય રેલવેની છબી પ્રકાશિત કરવાનું કામ કર્યું.

આ પણ વાંચો…Rainwater harvesting problem: વરસાદ બંધ થયાના ૨૪ કલાક બાદ પણ પાણીનો નિકાલ નહિ, વાંચો વિગત

Whatsapp Join Banner Guj