Maharashtra: સરકારે મહારાષ્ટ્રની વિધાનસભાની સુરક્ષામાં કર્યો વધારો, વિધાનસભાના સચિવાલયમાં બોમ્બ હોવાની મળી હતી જાણકારી

મુંબઇ, 30 મેઃ મુંબઈ સ્થિત મહારાષ્ટ્ર(Maharashtra) વિધાનસભા સચિવાલયમાં બોમ્બ હોવાની સૂચના મળી હતી. કંટ્રોલ રૂમમાંથી આ માહિતી મળતાં મુંબઇ પોલીસની બોમ્બ વિરોધી ટુકડી તપાસ માટે સ્થળ પર પહોંચી હતી. પોલીસનું કહેવું છે કે પ્રાથમિક તપાસમાં આ માહિતી ખોટી હોવાનું જણાઇ રહ્યું છે.

નોંધનીય છે કે, બોમ્બની ધમકી મળ્યા પછી પોલીસે જણાવ્યુ કે મુંબઈ(Maharashtra)માં મંત્રાલયની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. બોમ્બની માહિતી ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમને મળી હતી.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો…..

મોટા સમાચારઃ ડોમેનિકામાંથી ઝડપાયો કૌભાંડી મેહુલ ચોક્સી(Mehul choksi), ભારતે પ્રત્યાપર્ણ માટેના દસ્તાવેજોની સાથે એક પ્રાઈવેટ વિમાનને ડોમિનિકા મોકલી આપ્યુ ..!

ADVT Dental Titanium