Maratha Reservation Movement

Maratha Reservation Movement: મરાઠા આરક્ષણ આંદોલનનો આવ્યો અંત, મનોજ જરાંગેએ કહી આ વાત

Maratha Reservation Movement: મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સારું કામ કર્યું છેઃ મનોજ જરાંગે

મુંબઈ, 27 જાન્યુઆરીઃ Maratha Reservation Movement: મહારાષ્ટ્રમાં ચાલી રહેલ મરાઠા આરક્ષણ આંદોલનનો અંત આવી ગયો છે. આજે મનોજ જરાંગે પાટીલે વિરોધ સમાપ્ત કરવાની જાહેરાત કર્યા બાદ મરાઠા આરક્ષણ કાર્યકર્તાઓએ પણ ઉજવણી કરી. કહેવામાં આવી રહ્યું છે કે, શિંદે સરકારે તેમની માંગણીઓ સ્વીકારી લીધી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, કેબિનેટ મંત્રી દીપક કેસરકર અને મંગલ પ્રભાત લોઢાના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળ મોડી રાત્રે મનોજ જરાંગેને મળવા પહોંચ્યું હતું. મનોજ જરાંગેની તમામ માંગણીઓ અંગે વટહુકમ બહાર પાડવામાં આવ્યો હતો. વટહુકમની નકલ મનોજ જરાંગેને સોંપવામાં આવી હતી. તેમની તમામ માંગણીઓ પૂર્ણ કરવામાં આવી છે. માંગણીઓ અંગે જીઆર બહાર પાડવા માંગ કરાઈ હતી.

મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સારું કામ કર્યું છેઃ મનોજ જરાંગે

સરકાર દ્વારા માંગણીઓ સ્વીકાર થયા પછી, મરાઠા આરક્ષણ આંદોલનના નેતા મનોજ જરાંગેની પ્રતિક્રિયા આવી છે. તેમણે કહ્યું કે, મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સારું કામ કર્યું છે. અમારો વિરોધ હવે સમાપ્ત થઈ ગયો છે. અમારી વિનંતી સ્વીકારવામાં આવી છે. અમે તેમનો પત્ર સ્વીકારીશું.

આ પણ વાંચો… Anurag Thakur Honored Special Invitees: કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પ્રજાસત્તાક દિને 450થી વધારે વિશેષ આમંત્રિતોનું સન્માન કર્યું

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો