Isudan Gadhavi

Isudan Gadhvi Targets BJP: ભાજપ ફરી એક વખત દિલ્હીની ‘આપ’ સરકારને તોડવાનો પ્રયાસ કરી રહી છે: ઈસુદાન ગઢવી

Isudan Gadhvi Targets BJP: ભાજપે સાત જેટલા આમ આદમી પાર્ટીના ધારાસભ્યોનો સંપર્ક કર્યો છે: ઈસુદાન ગઢવી

અમદાવાદ, 27 જાન્યુઆરીઃ Isudan Gadhvi Targets BJP: આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ વીડિયોના માધ્યમથી એક અત્યંત ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ભાજપ દિલ્હીમાં આમ આદમી પાર્ટીને ચૂંટણીમાં હરાવી તો નથી શકતી, માટે તેઓએ ફરી એકવાર દિલ્હીની સરકાર તોડવાનો પ્રયાસ કર્યો છે.

હાલ મળતી માહિતી પ્રમાણે, ભાજપે સાત જેટલા આમ આદમી પાર્ટીના ધારાસભ્યોનો સંપર્ક કર્યો છે. તેમને કહેવામાં આવ્યું છે કે, પહેલા તેઓ અરવિંદ કેજરીવાલને જેલમાં નાખી દેશે અને ત્યારબાદ આમ આદમી પાર્ટીની સરકાર પાડી દેશે. ખરેખર તો કેન્દ્ર સરકારની જવાબદારી હોય છે કે લોકતંત્ર બચે અને ભ્રષ્ટાચારીઓ સામે પગલાં લેવાય. શાસકનું કામ છે સત્તા ચલાવવાનું અને વિપક્ષનું કામ છે મુદ્દા ઉઠાવવાનું.

એક સમયે ભારતીય જનતા પાર્ટી અજીત પવારને જેલમાં મોકલવાની કોશિશો કરી રહી હતી અને હવે તેઓ ભાજપની સરકારમાં ડેપ્યુટી સીએમ છે. ભાજપે મનીષ સિસોદિયાને પણ મુખ્યમંત્રી બનાવવાની ઓફર કરી હતી. તેવું તેમણે પોતે કહ્યું હતું. પરંતુ મનીષ સિસોદિયા ઈમાનદાર હતા માટે તેમણે ભાજપની આ ઓફર ના સ્વીકારી એટલા માટે આજે મનીષ સિસોદિયા કોઈ સબૂત વગર છેલ્લા એક વર્ષથી જેલમાં છે.

ED એક પછી એક તેમના વિરુદ્ધ તપાસ કરી રહી છે, પરંતુ અજીત પવાર વિરુદ્ધ તપાસ બંધ થઈ ગઈ. બીજા એવા કેટલાય નેતાઓ વિરુદ્ધ તપાસ બંધ થઈ ગઈ. ખૂબ જ દુઃખદ વાત છે કે ભાજપ કેન્દ્રમાં રહીને જ નેતાઓને ખરીદી રહી છે. ભાજપના કાર્યકર્તાઓ સહિત તમામ લોકોએ આ વસ્તુથી ભાજપની ચેતવવી જોઈએ. આ ખૂબ જ દુઃખદ બાબત છે અને તમામ નાગરિકોએ આ ખરીદ ફરોખ્તથી દેશને બચાવવો જોઈએ.

આ પણ વાંચો… Maratha Reservation Movement: મરાઠા આરક્ષણ આંદોલનનો આવ્યો અંત, મનોજ જરાંગેએ કહી આ વાત

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો