આ શહેરમાં થયું અઠવાડિયામાં એક દિવસનું લોકડાઉન, માસ્ક વગર(mask penalty) ઝડપાયા તો 10000 સુધીનો દંડ

યુપીમાં તમામ શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં રવિવારે બધુ જ બંધ, સાથે જ માસ્ક ન પહેરનારાઓ પર દસ હજાર રૂપિયા સુધીનો દંડ(mask penalty)

લખનઉ,16 એપ્રિલ: કોરોનાના વધતા કેસને જોતા સમગ્ર ઉત્તર પ્રદેશમાં રવિવારે લોકડાઉન લગાવવાની જાહેરાત કરી છે. ઈમરજન્સી સેવાઓને છૂટ આપવામાં આવશે. હવે યુપીમાં તમામ શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં રવિવારે બધુ જ બંધ રહેશે. આ દિવસે વ્યાપક સ્તરે સેનેટાઈઝેશન અભિયાન ચાલશે. આ સાથે જ માસ્ક ન પહેરનારાઓ પર દસ હજાર રૂપિયા સુધીનો દંડ(mask penalty) લાગશે. 

Whatsapp Join Banner Guj

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તમામ મંડળ આયુક્તો, જિલ્લાધિકારીઓ,સીએમઓ અને ટીમ-11ના સભ્યો સાથે સમીક્ષા બેઠક બાદ આ નિર્ણય લીધો. પ્રદેશના તમામ ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં રવિવારે સાપ્તાહિક બંધ રહેશે. પ્રદેશમાં તમામ લોકો માટે માસ્ક લગાવવું જરૂરી રહેશે. પહેલીવાર માસ્ક વગર પકડાશે તો 1000 રૂપિયાનો દંડ(mask penalty) થશે અને બીજીવાર પકડાયા તો 10 ગણો દંડ(mask penalty) થઈ શકે છે. 

એક તરફ કોવિડ-19ના વધતાકેસને પગલે વારાણસી જિલ્લા પ્રશાસને શનિવાર અને રવિવારમાં વિકેન્ડ લોકડાઉનની જાહેરાત કરી છે. બંને દિવસે બનારસ સંપૂર્ણ રીતે બંધ રહેશે. ફક્ત દૂધ, બ્રેડ, ફળો અને શાકભાજીની દુકાનો જ સવારે 10 વાગ્યા સુધી ખોલવાની મંજૂરી રહેશે. દારૂની દુકાનો પણ બે દિવસ બંધ રહેશે. ધાર્મિક સ્થળો ઉપર પણ પ્રતિબંધ લાગુ રહેશે. 

ADVT Dental Titanium

યુપી સરકારના નવા ફરમાન મુજબ જો બીજીવાર માસ્ક વગર પકડાયા તો દસગણો દંડ થશે. સીએમ યોગી આદિત્યનાથે કાનપુર, પ્રયાગરાજ, વારાણસી જેવા વધુ સંક્રમણવાળા તમામ 10 જિલ્લામાં વ્યવસ્થા વધુ સુદ્રઢ કરવા અને સ્થાનિક જરૂરિયાતો મુજબ નવા કોવિડ હોસ્પિટલ બનાવવાના આદેશ આપ્યા. 

આ પણ વાંચો….

જુઓ વીડિયોઃ વિશ્વમાં સૌથી લાંબા વાળનો રેકોર્ડ ધરાવતી ગુજરાતી છોકરી, આખરે વાળ કાપ્યા (world longest hair)- જાણો કારણ?