Military alert

Military alert: ઉરીમાં 10 આતંકી ઘૂસ્યા બાદ સરહદે સૈન્ય થયું વધુ એલર્ટ, શ્રીનગર એરપોર્ટ પાસેથી બોમ્બ જપ્ત કર્યા- વાંચો વિગત

Military alert: પ્રશાસને સતર્કતાને ધ્યાનમાં રાખીને બારામુલ્લા અને ઉરીમાં વિવિધ હિસ્સાઓમાં ઇંટરનેટ સેવાઓને બંધ કરી દીધી છે

શ્રીનગર,22 સપ્ટેમ્બર: Military alert: ઉત્તર કાશ્મીરમાં છેલ્લા આઠ વર્ષોમાં અત્યાર સુધીની સૌથી મોટી આતંકી ઘુસણખોરી થઇ છે. બારામુલ્લા સેક્ટરમાં આશરે 10 આતંકીઓએ સરહદેથી ઘુસણખોરી કરી હતી. જોકે આતંકીઓની સંખ્યા અંગે સૈન્ય દ્વારા કોઇ જ માહિતી નથી આપવામાં આવી. જ્યારે ઉરી સેક્ટરમાં આજે મંગળવારે પણ મોબાઇલ અને ઇન્ટરનેટ સેવાઓ સૃથગિત કરી હતી. બીજી તરફ સૈન્ય દ્વારા તપાસ અભિયાન બીજા દિવસે પણ જારી રહ્યું હતું. 

તપાસ અભિયાનમાં પેરા કમાંડોની એક ટૂકડી પણ સામેલ છે. પ્રશાસને સતર્કતાને ધ્યાનમાં રાખીને બારામુલ્લા અને ઉરીમાં વિવિધ હિસ્સાઓમાં ઇંટરનેટ સેવાઓને બંધ કરી દીધી છે. આ પગલુ ઘુસણખોરોના કાવતરાઓ અને હુમલાઓને નિષ્ફળ બનાવવા માટે ભરાયુ છે. આવો જ એક હુમલો શ્રીનગર એરપોર્ટ પાસેથી નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો. સાથે જ મોટા પ્રમાણમાં આઇઇડી જપ્ત કરાયા હતા. 

પોલીસે જણાવ્યું હતું કે મધ્ય કાશ્મીરમાં બડગામ જિલ્લામાં એરપોર્ટ રોડ પાસે હુમ્હામા વિસ્તારમાં સુરક્ષાદળોને મંગળવારે સવારે તપાસ કરતા આઇઇડી મળી આવ્યું હતું. જપ્ત કરાયેલુ આઇઇડી 6 કિલોગ્રામનું હતું જેનો ઉપયોગ એરપોર્ટ આૃથવા આસપાસના વિસ્તારોમાં મોટા વિસ્ફોટને અંજામ આપવાનો હતો. 

આ પણ વાંચોઃ Debit and credit card auto payment system change: આ તારીખથી ઓટો ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પેમેન્ટનો બદલાશે નિયમ- વાંચો અગત્યની માહિતી

આઇઇડીને નિષ્ક્રિય કરી લેવાયું હતું અને આસપાસના વિસ્તારને ખાલી કરી લેવાયો હતો. જમ્મુ કાશ્મીરમાં પોલીસ પાર્ટી પર આતંકી હુમલાના કેસમાં બે સરકારી સ્કૂલના શિક્ષકોની ધરપકડ કરવામાં આવી હતી. 

બીજી તરફ સરહદેથી 10 આતંકીઓ ઘુસ્યા હોવાના અહેવાલો બાદ સૈન્યને એલર્ટ કરી દેવામાં આવ્યું છે. અને મોટા પાયે તપાસ અભિયાન ચાલી રહ્યું છે. માત્ર એરપોર્ટ જ નહીં હેડક્વાર્ટર્સ, ટેકનિકલ એરપોર્ટ વગેરે વિસ્તારોમાંથી પણ બોમ્બ મળી આવ્યા છે જેને પગલે સમગ્ર વિસ્તારમાં એલર્ટ કરીને મોટા પાયે તપાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

Whatsapp Join Banner Guj