vishuv kaal

vishuv kaal: આજે દિવસ-રાત સરખા, 12 કલાકનો દિવસ- 12 કલાકની રાત્રિ- વાંચો સંપૂર્ણ વિગત

vishuv kaal: સૂર્ય પૃથ્વીની બરાબર ભૂમધ્યરેખા પર રહેશે

જાણવા જેવું, 22 સપ્ટેમ્બરઃvishuv kaal: આજથી એટલે કે ૨૨ સપ્ટેમ્બરે વિષુવકાળ કે સંપાત દિવસ છે, જ્યારે સૂરજ પૃથ્વીની ભુમધ્ય રેખાની બરાબર ઉપર હશે અને તે કારણે ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધમાં દિવસ અને રાત આવતીકાલે સરખા થશે. 

પૃથ્વી ભમરડાંની જેમ સીધી ધરી પર નહીં પણ સૂર્યની ફરતે ૨૩.૫ ડિગ્રી ઝૂકેલી રહીને યુગો યુગોથી પ્રદક્ષિણા  કરતી રહી છે. આ કારણે જ પૃથ્વી પર ઠંડી અને ગરમીની ઋતુઓ આવતી હોય છે. 

આ પણ વાંચોઃ Military alert: ઉરીમાં 10 આતંકી ઘૂસ્યા બાદ સરહદે સૈન્ય થયું વધુ એલર્ટ, શ્રીનગર એરપોર્ટ પાસેથી બોમ્બ જપ્ત કર્યા- વાંચો વિગત

બુધવારે દિવસ-રાત સરખા થયા બાદ ગુરુવારથી દિવસ રોજ સેકન્ડ કે તેના આંશિક ભાગના સમય માટે ટૂંકો થતો જશે, એટલે કે એટલો સમય સૂર્યોદય મોડો થશે અને એકંદરે દિવસ ટૂંકો અને રાત્રિ  લાંબી થશે. રાજકોટમાં સ્થાનિક સમય પ્રમાણે આવતીકાલે ૬.૩૫ વાગ્યે સૂર્યોદય થશે અને બપોરે ૧૨.૩૯ વાગ્યે તે મધ્યાન્હે હશે. 

Whatsapp Join Banner Guj