Mobile messenger apps block

Mobile messenger apps block in india: આતંકવાદીઓ માટે આધાર બની રહી આ 14 મેસેન્જર એપ્સ પર સરકારે લગાવી પાબંદી, જાણો વિગતે…

Mobile messenger apps block in india: આ મેસેન્જર એપ્સનો આતંકવાદી ગતિવિધિઓમાં ઉપયોગ થતો હતો

નવી દિલ્હી, 01 મેઃ Mobile messenger apps block in india: કેન્દ્રની મોદી સરકારે 14 મોબાઈલ મેસેન્જર એપ્સને બ્લોક કરી દીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ મેસેન્જર એપ્સનો ઉપયોગ આતંકવાદી ગતિવિધિઓમાં કરવામાં આવી રહ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આતંકીઓ આ એપ્સ દ્વારા જ પાકિસ્તાનથી મેસેજ મેળવતા હતા.

મળતી માહિતી મુજબ આતંકીઓ આ મેસેન્જર એપ્સનો ઉપયોગ જમ્મુ-કાશ્મીરમાં તેમના સહયોગીઓને મેસેજ મોકલવા માટે કરતા હતા. દેશની ઘણી તપાસ એજન્સીઓના રિપોર્ટમાં આ વાતની પુષ્ટિ થઈ છે, ત્યારબાદ સરકારે આ એપ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ એપ્સનો ઉપયોગ કાશ્મીરમાં આતંકવાદીઓ તેમના સમર્થકો અને ઓન-ગ્રાઉન્ડ વર્કર્સ (OGWs) સાથે મેસેજિંગ અને ચેટિંગ માટે કરી રહ્યા હતા.

આ એપ્સના ડેવલપર્સ ભારતમાં નથી અને ન તો આ એપ્સ ભારતમાંથી ઓપરેટ થઈ રહી છે. આ એપ્સ ડેવલપ કરતી કંપનીઓની ઓફિસ પણ ભારતમાં નથી. ભારતીય કાયદા અનુસાર માહિતી મેળવવા માટે એપ્સની કંપનીઓનો સંપર્ક કરી શકાયો નથી.

આ એપ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો…

તમને જણાવી દઈએ કે ભારત સરકાર દ્વારા જે એપ્સ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તેમાં Crypviser, Enigma, Safeswiss, Wickrme, Mediafire, Briar, BChat, Nandbox, Conion, IMO, Element, Second line, Zangi, Threema જેવી એપ્સના નામ સામેલ છે.

આ પણ વાંચો… New rules for MAY 2023: આજથી બદલાઈ ગયા આ મોટા નિયમો, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો