Monsoon season: આ તારીખથી શરુ થશે ચોમાસું, હવામાન વિભાગે આપી જાણકારી

  • હવામાન વિભાગે ચોમાસા(Monsoon season)ના આગમનની તારીખ બદલી
  • ૩૧ મેના બદલે ૩ જૂને કેરળ પહાેંચશે ચોમાસું: હવામાન વિભાગ

નવી દિલ્હી, 30 મેઃ દેશમાં 31 મેનાં રોજ ચોમાસા(Monsoon season)ના આગમનની આગાહી કરનાર હવામાન વિભાગે હવે તારીખોમાં ફેરફાર કર્યો છે. હવામાન વિભાગ અનુસાર, હવે 3 જૂનનાં રોજ કેરળમાં ચોમાસાનું આગમન થશે. જોકે ખાનગી હવામાન સંસ્થા સ્કાઈ મેટ દ્વારા દાવો કરાયો છે કે, કેરળમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે.

Whatsapp Join Banner Guj

દર વર્ષે હવામાન વિભાગ અને સ્કાઈ મેટના દાવાઓમાં આ પ્રકારનો વિરોધાભાસ જોવા મળતો રહ્યો છે. 21 મેનાં આંદોમાન-નિકોબાર પર ચોમાસાના આગમન બાદ તે સતત ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે. તે 24 મેનાં રોજ શ્રીલંકાના દક્ષિણ તટ પર પહોંચ્યું હતું. 27 મેનાં રોજ ચોમાસું માલદીવને પાર કરી ચૂક્યું હતું અને કેરળના તટીય વિસ્તારથી 200 કિ.મી. દૂર હતું.

ADVT Dental Titanium

આ પણ વાંચો….

x-ray setu: હવે વોટ્સએપ પર જ થશે કોરોના સહીત 14 બીમારીઓની તપાસ, માત્ર અડધા કલાકમાં મળી રહેશે જાણકારી- જાણો કેવી રીતે કામ કરશે