Nasal vaccine

Nasal vaccine gets approval: નાકમાં બે ટીપા અને કોરોનાનો ખાત્મો! નેઝલ વેક્સિનને મળી ગઈ મંજૂરી…

Nasal vaccine gets approval: કોરોના વાયરસ વિરુદ્દ જંગમાં ભારતને વધુ એક મોટુ હથિયાર મળી ગયું

નવી દિલ્હી, 23 ડિસેમ્બર: Nasal vaccine gets approval: કોરોના વાયરસ વિરુદ્દ જંગમાં ભારતને વધુ એક મોટુ હથિયાર મળી ગયું છે. ભારત બાયોટેકની નેઝલ વેક્સિનને સરકારની મંજૂરી મળી ગઈ છે. હવે નાકમાં બે ટીપાં નાખીને કોરોનાનો ખાત્મો કરી શકાશે. આ વેક્સિનને આજે એટલે કે, શુક્રવારથી રસીકરણ અભિયાનાં સામેલ કરવામાં આવશે અને કોવૈક્સિન અને કોવિશીલ્ડ લઈ ચુકેલા લોકો પણ આ વેક્સિન લઈ શકશે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ગુરુવારે રાજ્યસભામાં જણાવ્યું હતું કે, એક્સપર્ટ કમિટિએ નેઝલ વેક્સિનને મંજુરી આપી દીધી છે. કહેવાય છે કે, કોવિન એપ પર આજથી ભારત બાયોટેકની આ નેઝલ વેક્સિનને સામેલ કરવામાં આવશે. જો કે, હાલમાં ખાનગી હોસ્પિટલમાં આ વેક્સિન મળશે.

માનવામાં આવી રહ્યું છે કે, સરકાર ટૂંક સમયમાં તેને સરકારી હોસ્પિટલોમાં અને માર્કેટમાં ઉપલબ્ધ કરાવશે. આ વેક્સિનની મંજૂરી મળતા જ હવે કોઈએ વેક્સિન માટે ઈંજેક્શન લેવાની જરુર નહીં પડે. આપ ઈચ્છો તો નાકમાં બે ટીપાં નખાવીને વેક્સિન લઈ શકશો.

આ પણ વાંચો: Mohit Raina divorce news: છૂટાછેડાના સમાચાર વચ્ચે ‘મહાદેવ’ મોહિત રૈનાએ શેર કરી આવી પોસ્ટ!

Gujarati banner 01