16 Soldiers killed in sikkim

16 Soldiers killed in sikkim: સિક્કિમમાં મોટી દુર્ઘટના, સેનાની ટ્રક ખાડામાં પડી જવાથી ઘણા સૈનિકોના મોત…

16 Soldiers killed in sikkim: ટ્રક ખાડામાં પડતાં સેનાના 16 જવાનોના મોત થયા

નવી દિલ્હી, 23 ડિસેમ્બર: 16 Soldiers killed in sikkim: સિક્કિમમાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. ખરેખર અહીં આજે એક બસ ઉંડી ખીણમાં પડી છે. આ અકસ્માતમાં સેનાના 16 જવાનોના મોત થયા છે. હાલ ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ ઘટના ઉત્તર સિક્કિમના લાચેનથી 15 કિલોમીટર દૂર ગેમા વિસ્તારમાં બની હતી.

મળતી માહિતી મુજબ, સવારે સેનાના ત્રણ વાહનો સૈનિકોને લઈ જઈ રહ્યા હતા. આ કાફલો ચતનથી થંગુ તરફ જઈ રહ્યો હતો. જેમા જવાના રસ્તે વળાંક પર ઢોળાવને કારણે એક વાહનના ચાલકે અચાનક કાબુ ગુમાવી દીધો હતો અને વાહન નીચે ખાડીમાં પડી ગયું હતું. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અધિકારીઓ પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી.

આ દુર્ઘટનામાં 4 ઘાયલ સૈનિકોને બચાવીને બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યારે ત્રણ જુનિયર કમિશન્ડ ઓફિસર અને 13 સૈનિકો આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થતા મૃત્યુ પામ્યા હતા.

રક્ષા મંત્રી રાજનાથ સિંહે શોક વ્યક્ત કર્યો હતો

રક્ષા મંત્રી રાજનાથ સિંહે આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, ઉત્તર સિક્કિમમાં એક માર્ગ અકસ્માતમાં ભારતીય સેનાના જવાનોના જીવ ગુમાવવાથી ખૂબ જ દુઃખી છું. રાષ્ટ્ર તેમની સેવા અને પ્રતિબદ્ધતા માટે ખૂબ જ આભારી છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના.

આ પણ વાંચો: Hair tips in winter: શિયાળામાં વાળ બાંધી ને કેમ સૂવું જોઈએ ? જાણો તેના ફાયદા વિશે..

Gujarati banner 01