Navjot singh sidhu

Navjot Singh Sidhu’s health deteriorated: જેલમાં જતા જ નવજોતસિંહ સિદ્ધુની તબિયત બગડી ગઈ, સાજા થતા ફરી જેલમાં બંધ

Navjot Singh Sidhu’s health deteriorated: લીવર અને લોહી જાડું થવાની તકલીફ છે. જેથી ચેકઅપ કરાયું હતુ અને સિદ્ધુને અત્યારે જેલની અંદર સ્પેશિયલ ડાયટ આપવામાં આવે છે.

નવી દિલ્હી, 07 જૂનઃ Navjot Singh Sidhu’s health deteriorated: કોંગ્રેસના દિગ્ગજ નેતા નવજોતસિંહ સિદ્ધુ કે જે અત્યારે જેલમાં બંધ છે. પટીયાલા જેલની અંદર બંધ એવા નેતાની તબિયત બગડી હતી. તબિયત બગડતા સિદ્ધુને ચંદીગઠ તપાસ માટે લાવવામાં આવ્યા છે. નવજોતસિંહ સિદ્ધુને જેલમાં જતા જ તબિયત બગડી છે. તેમને લીવર અને લોહી જાડું થવાની તકલીફ છે. જેથી ચેકઅપ કરાયું હતુ અને સિદ્ધુને અત્યારે જેલની અંદર સ્પેશિયલ ડાયટ આપવામાં આવે છે.

સિદ્ધુને આજથી 34 વર્ષ પહેલા થયેલા કેસ મામલે સજા કરવામાં આવી છે. 34 વર્ષ જૂના રેજ કેસની અંદર નવજોતસિંહ સિદ્ધુને એક વર્ષની સજા કોર્ટ દ્વારા ફટકારવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે આ સજા ફટકારી છે. નવજોત સિંહ સિદ્ધુ આજે સરેન્ડર કર્યું હતું.

આ પણ વાંચોઃ Bomb Blast Threats To RSS: લખનઉ સહિત છ ઓફિસોની ઉડાવી દેવાની ધમકી- વાંચો શું છે મામલો?

અગાઉના તેમના કેસને જોવા જઈએ તો સર્વોચ્ચ અદાલતે તેમને નિર્દોષ મુક્ત કરી માત્ર  1000 દંડ કર્યો હતો. પરંતુ કરવામાં આવેલી રીવ્યૂ પિટીશન બાદ સજા એક વર્ષની કેદની કરવામાં આવી હતી. 1988ના સમયનો રોડ રેજનો આ મામલો હતો. જેમાં સિદ્ધુના મારના કારણે રોડ પર જ એક વૃદ્ધનું મોત થયું હતું. કલમ 323 હેઠળ સિદ્ધુ સામે કેસ નોંધાયો હતો. જેમાં જોગવાઈ અનુસાર એક વર્ષની સજા કરવામાં આવી હતી. 


સમગ્ર મામલો 1988નો છે જ્યારે સિદ્ધુ તેના મિત્રની સાથે પટિયાલા શેરાવાલા ગેટ માર્કેટ પહોંચ્યા હતા જ્યાં પાર્કિંગ મામલે બોલાચાલી થતા 65 વર્ષીય વૃદ્ધને ઘૂંટણથી સિદ્ધુએ પાડી દીધા હતા, ત્યારે વૃદ્ધને હોસ્પિટલ લઈ જવા પડ્યા હતા જેમાં હાર્ટ એટેકના કારણે મોત થયું હોવાનું સામે આવ્યું હતું પરંતુ સદોષ હત્યાનો કેસ દાખલ થયો હતો સેશન્શ કોર્ટે કેસ ફગાવી દીધો હતો, હાઈકોર્ટે 3 વર્ષની સજા સંભળાવી હતી ત્યાર બાદ ફરી આ કેસ સુપ્રીમકોર્ટમા ચાલ્યો હતો અને કેસ અરુણ જેટલીએ લડ્યો હતો. જેમાં દોષિત ના ઠેરવતા માત્ર દંડ થયો હતો પરંતુ ફરીથી રીવ્યૂ પિટીશન પંજાબ સરકાર દ્વારા કરાતા એક વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી હતી.(સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ Removal of Gandhiji’s photo from Indian currency: ભારતીય કરન્સી પર નહીં દેખાય મહાત્મા ગાંધીનો ફોટો ?, રિઝર્વ બેંકે આપ્યું મોટું નિવેદન

Gujarati banner 01