Nawab malik alleged

Nawab malik alleged: સમીર વાનખેડે પર નવાબ મલિકનો વધુ એક મોટો આરોપ, જાહેર કર્યું ‘નિકાહનામુ’

Nawab malik alleged: નવાબ મલિકે લખ્યું હતું કે, ‘વર્ષ 2006માં 7 ડિસેમ્બર, ગુરૂવારે રાતે 8:00 વાગ્યે સમીર દાઉદ વાનખેડે અને શબાના કુરૈશીના નિકાહ થયા હતા. આ નિકાહ મુંબઈના અંધેરી (વેસ્ટ)ના લોખંડવાલા કોમ્પ્લેક્સ ખાતે થયા હતા.

મુંબઇ, 27 ઓક્ટોબરઃ Nawab malik alleged: મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે નારકોટિક્સ કંટ્રોલ બ્યુરોના મુંબઈ ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે પર નવો આરોપ લગાવ્યો છે. તેમાં નવાબ મલિકે સમીર વાનખેડેનું કથિત ‘નિકાહનામુ’ જાહેર કર્યું છે. નવાબ મલિકે લખ્યું હતું કે, ‘વર્ષ 2006માં 7 ડિસેમ્બર, ગુરૂવારે રાતે 8:00 વાગ્યે સમીર દાઉદ વાનખેડે અને શબાના કુરૈશીના નિકાહ થયા હતા. આ નિકાહ મુંબઈના અંધેરી (વેસ્ટ)ના લોખંડવાલા કોમ્પ્લેક્સ ખાતે થયા હતા.’

અન્ય એક ટ્વીટમાં મહારાષ્ટ્રના મંત્રીએ લખ્યું હતું કે, ‘નિકાહમાં 33 હજાર રૂપિયા મેહર તરીકે આપવામાં આવ્યા હતા. તેમાં સાક્ષી નંબર 2 અઝીઝ ખાન હતા. તેઓ યાસમીન દાઉદ વાનખેડેના પતિ છે જે સમીર દાઉદ વાનખેડેની બહેન છે.’

મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે મંગળવારે ટ્વિટ કરીને સમીર વાનખેડે પર 26 આરોપો લગાવ્યા હતા અને એન્ટી નાર્કોટિક્સ એજન્સીની આડમાં વસૂલી થતી હોવાનું કહ્યું હતું. 

આ પણ વાંચોઃ Issue of gujarat police grade pay: ગુજરાત પોલીસના ગ્રેડ પે વધારા મુદ્દે અમદાવાદના મહિલા પોલીસકર્મીએ અન્ન-જળનો ત્યાગ કર્યો

Whatsapp Join Banner Guj