Encounter

Naxalite attack in Chhattisgarh: છત્તીસગઢમાં મોટો નક્સલી હુમલો, આટલા જવાનો થયા શહીદ

  • શહીદ થયેલા જવાનોમાં 10 DRG સૈનિકો અને એક ડ્રાઈવર છે

Naxalite attack in Chhattisgarh: ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ ફોર્સના વાહન પર IED હુમલો થયો

નવી દિલ્હી, 26 એપ્રિલઃ Naxalite attack in Chhattisgarh: છત્તીસગઢથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં દંતેવાડામાં એક મોટો નક્સલી હુમલો થયો છે. આ હુમલામાં 11 જવાન શહીદ થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ ફોર્સના વાહન પર IED હુમલો થયો હતો. શહીદ થયેલા જવાનોમાં 10 DRG જવાન અને એક ડ્રાઈવર સામેલ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, જવાનો ઓપરેશન પર હતા. આ દરમિયાન અરનપુરના પલનાર વિસ્તારમાં નક્સલીઓએ IEDથી સૈનિકોથી ભરેલા વાહનને ઉડાવી દીધું હતું. હાલ ઘટનાસ્થળે બે એમ્બ્યુલન્સ રવાના કરવામાં આવી છે.

મુખ્યમંત્રીએ આ વાત કહી…

આ હુમલા અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર બઘેલે કહ્યું કે નક્સલવાદીઓને બક્ષવામાં આવશે નહીં. આ ઘટના ખૂબ જ દુઃખદ છે. નક્સલવાદીઓ સામેની અમારી લડાઈ અંતિમ તબક્કામાં છે. આયોજનબદ્ધ રીતે નક્સલવાદને જડમૂળથી ઉખેડી નાખવામાં આવશે.

આ પણ વાંચો… Walnut halwa recipe: અખરોટનો હલવો હૃદય અને દિમાગ બંનેને ફિટ રાખે છે, અહીં જાણો બનાવવાની રીત…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો