samir vankhede welcome

NCB officer Sameer Wankhede: સમીર વાનખેડેનું આ સંઘટનાએ જાહેરમાં સન્માન કરી પુષ્પવૃષ્ટિ; જાણો વિગતે

NCB officer Sameer Wankhede: સમીર વાનખેડેને રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગના ઉપાધ્યક્ષ અરુણ હલદરે પણ સમર્થન જાહેર કર્યું છે.

મુંબઈ, ૦૩ નવેમ્બર: NCB officer Sameer Wankhede: ક્રુઝ ડ્રગ્સ પ્રકરણમાં આર્યન ખાન વીસરાઈ ગયો છે અને હવે આ પૂરું પ્રકરણ સમીર વાનખેડે અને નવાબ મલિક વચ્ચેનું થઈ ગયું હોવાનું જણાઈ રહ્યું છે. એક તરફ રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા નવાબ મલિક નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના મુંબઈ ઝોનલ ઓફિસર સમીર વાનખેડે પર દરરોજ કોઈને કોઈ આરોપ મૂકીને નવો વિવાદ ઊભો કરી રહ્યા છે. તો બીજી તરફ સમીર વાનખેડેને જુદા જુદા સમાજ તરફથી જબરદસ્ત સમર્થન મળી રહ્યું છે. 

બુધવારે શિવપ્રતિષ્ઠાન સંઘટનાએ સમીર વાનખેડેને જાહેરમાં સમર્થન આપ્યું હતું. એટલું જ નહીં પણ તેઓ NCBની ઓફિસ બહાર પહોંચી ગયા હતા અને તેમના પર પુષ્પવૃષ્ટિ કરી હતી. તથા તેમના નામની જોરદાર ઘોષણાબાજી પણ કરી હતી. સમીર વાનખેડે ઈમાનદાર અધિકારી હોઈ તેમને સમર્થન આપવું જોઈએ અને તેમના પર બિનપાયાદાર આરોપ કરનારા નવાબ મલિક સામે કાર્યવાહી કરવી જોઈએ એવી માગણી પણ શિવપ્રતિષ્ઠાન સંઘટનાએ કરી હતી.  

આ પણ વાંચો…Domestic flight: રાજ્યમાં આંતર પ્રાદેશિક હવાઈ સેવા પૂરી પાડવા રાજ્ય સરકારનું મહત્વનું પગલું

સમીર વાનખેડે ડ્રગ્સ પ્રકરણનું રેકેટ બહાર પાડી રહ્યા છે ત્યારે મહારાષ્ટ્રમાં અમુક લોકો તેમના વિરોધમાં આવી ગયા છે અને તેમને બદનામ કરી રહ્યા છે. શિવપ્રતિષ્ઠાન સંઘટન સમીર વાનખેડેની સાથે હંમેશા ઊભો રહેશે. હંમેશા તેમને સમર્થન આપશે એવી જાહેરાત પણ શિવપ્રતિષ્ઠાન સંઘટનાએ કરી હતી.

Whatsapp Join Banner Guj

અહીં ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી સમીર વાનખેડેને રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગના ઉપાધ્યક્ષ અરુણ હલદરે પણ સમર્થન જાહેર કર્યું છે. વાનખેડે પાસે જાતિનું પ્રમાણપત્ર હોવાનું પણ તેમણે કહ્યું હતું. એ સિવાય કુટુંબીય કેન્દ્રીય સામાજિક ન્યાય રાજ્યપ્રધાન રામદાસ આઠવલએ પણ સમીર વાનખેડે સમર્થન આપી ચૂકયા છે.