afghanistan terror attack

afghanistan terror attack: તાલિબાની આતંકવાદીએ અંધાધૂંધ ગોળીબાર કર્યો, ૧૦૦ કરતાં વધુ નાગરિકોનાં મોત- વાંચો સંપૂર્ણ વિગત

afghanistan terror attack: અફઘાનિસ્તાનના ગૃહ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું હતું કે સરહદી વિસ્તાર સ્પીન બોલ્ડકમાં તાલિબાને હુમલો કર્યો હતો અને લૂંટ ચલાવી હતી.

કાબુલ , 24 જુલાઇઃafghanistan terror attack: અફઘાનિસ્તાનમાં તાલિબાની આતંકવાદીઓએ ૧૦૦ કરતાં વધુ લોકોની હત્યા કરી હતી. અફઘાનિસ્તાનના ગૃહ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું હતું કે સરહદી વિસ્તાર સ્પીન બોલ્ડકમાં તાલિબાને હુમલો કર્યો હતો અને લૂંટ ચલાવી હતી. એક આતંકવાદીએ અંધાધૂંધ ગોળીબાર કરીને ૧૦૦ કરતાં વધુ નિર્દોષ નાગરિકોનો જીવ લીધો હતો.


બીજી તરફ તાલિબાની આતંકવાદીઓને અટકાવવા માટે અમેરિકાએ અફઘાનિસ્તાનમાં એરસ્ટ્રાઈક કરી હતી. પેન્ટાગોનના અધિકારીએ કહ્યું હતું કે આખા અફઘાનિસ્તાનમાં જ્યાં તાલિબાની આતંકવાદીઓનું જોર વધ્યું છે ત્યાં અમેરિકન વાયુસેનાએ એરસ્ટ્રાઈક કરી હતી, જેમાં અસંખ્ય તાલિબાની આતંકવાદીઓનો કચ્ચરઘાણ વળ્યો હતો. અગાઉ અમેરિકાના જ એક અધિકારીએ નિવેદન આપ્યું હતું કે અફઘાનિસ્તાનના ૪૦૦ જિલ્લાઓમાં તાલિબાને કબજો કરી લીધો છે. એ નિવેદન પછી અમેરિકાએ એરસ્ટ્રાઈક કરી હતી. અમેરિકાએ આગામી દિવસો પણ અફઘાન સૈન્યની મદદ માટે એરસ્ટ્રાઈક ચાલુ રાખવાની ધરપત આપી હતી.

આ પણ વાંચોઃ Guru-vyas purnima: ચારેય વેદો અને મહાભારત ધર્મગ્રંથની રચના કરનારા મહર્ષિ વેદ વ્યાસનો આજે જન્મ દિવસ, જેને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે..!


દરમિયાન અફઘાનિસ્તાનમાં શસ્ત્રવિરામ માટે તાલિબાને મોટી શરત મૂકી છે. અફઘાનિસ્તાનમાં શાંતિ સ્થપાય તે માટે તાલિબાને શરત મૂકી છે કે પ્રમુખ અશરફ ગનીને હટાવી દેવામાં આવે તો તાલિબાન હથિયાર મૂકી દેશે. તાલિબાની પ્રવક્તા સુહૈલ શાહીને જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનના વર્તમાન પ્રમુખ અશરફ ગનીને પ્રમુખપદેથી હટાવી દેવામાં આવે અને તેના સ્થાને સર્વમાન્ય સર્વપક્ષોની સરકાર બનશે તો તાલિબાન હથિયારો મૂકી દેશે. તાલિબાની પ્રવક્તાએ દાવો કર્યો હતો કે તાલિબાન અફઘાનિસ્તાન પર એકાધિકાર સ્થાપવા ઈચ્છતું નથી.

આ પણ વાંચોઃ xi jinping:ચીની પ્રમુખ જિનપિંગ અચાનક અરૂણાચલની સરહદે પહોંચ્યા, ભારત સાથે સંઘર્ષ વચ્ચે ચીની પ્રમુખ ભારતની મુલાકાતે- વાંચો વિગતે
અફઘાનિસ્તાનમાં તાલિબાની આતંકવાદીઓનું જોર વધ્યું તેનાથી દુનિયાભરના આતંકવાદીઓ બમણી શક્તિથી હુમલાં કરશે. નિષ્ણાતોએ એવી ચિંતા વ્યક્ત કરી હતી કે તાલિબાને અફઘાનિસ્તાનને જે રીતે બાનમાં લીધું છે, તેનાથી અન્ય આતંકી સંગઠનો પણ નવા આતંકી મિશનો શરૃ કરશે, તેનાથી દુનિયાભરમાં આતંકી હુમલા વધવાની ભીતિ છે.

Whatsapp Join Banner Guj