xi jinping

xi jinping:ચીની પ્રમુખ જિનપિંગ અચાનક અરૂણાચલની સરહદે પહોંચ્યા, ભારત સાથે સંઘર્ષ વચ્ચે ચીની પ્રમુખ ભારતની મુલાકાતે- વાંચો વિગતે

xi jinping: ભારત-ચીન સરહદ નજીકના શહેરની મુલાકાત લેનારા જિનપિંગ સંભવતઃ ચીનના પ્રથમ નેતા છે

નવી દિલ્હી, 24 જુલાઇઃ xi jinping: પૂર્વીય લદ્દાખમાં ભારત સાથે સંઘર્ષ વચ્ચે ચીનના પ્રમુખ શી જિનપિંગે તેમના શાસનમાં સૌપ્રથમ વખત અનપેક્ષિત રીતે તિબેટનો પ્રવાસ કર્યો અને છેક અરૂણાચલ પ્રદેશની સરહદ નજીકના વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ શહેર ન્યિંગચી સુધી આવ્યા હતા. જિનપિંગ બુધવારે નીન્ગચિ મૈઈનલિંગ એરપોર્ટ પર આવ્યા હતા. ભારત-ચીન સરહદ નજીકના શહેરની મુલાકાત લેનારા જિનપિંગ સંભવતઃ ચીનના પ્રથમ નેતા છે. જિનપિંગની રાજકીય રીતે મહત્વપૂર્ણ મુલાકાત શુક્રવાર સુધી ચીની અધિકારીઓએ ગુપ્ત રાખી હતી.

શી જિનપિંગે ૨૦૧૩માં ચીનમાં સત્તા સંભાળ્યા પછી તિબેટની આ તેમની પહેલી મુલાકાત છે. જિનપિંગે ૨૦૧૧માં ઉપપ્રમુખ તરીકે તિબેટના શાંતિપૂર્ણ લિબરેશનની ૬૦મી એનીવર્સરીના સમારંભમાં હાજરી આપી હતી. ન્યિંગચીની મુલાકાત દરમિયાન ૬૮ વર્ષીય જિનપિંગે ન્યાંગ રિવર બ્રિજની મુલાકાત લીધી હતી અને બ્રહ્મપુત્ર નદીના પટમાં જૈવિક સૃષ્ટીનું નિરિક્ષણ કર્યું હતું. ચીને આ વર્ષે તેની ૧૪મી પંચવર્ષીય યોજના દરમિયાન બ્રહ્મપુત્ર નદી પર દુનિયાનો સૌથી મોટો ડેમ બાંધવાની યોજનાને મંજૂરી આપી દીધી છે. ચીનની આ યોજનાનો ભારત અને બાંગ્લાદેશે વિરોધ કર્યો છે. 

આ પણ વાંચોઃ Guru-vyas purnima: ચારેય વેદો અને મહાભારત ધર્મગ્રંથની રચના કરનારા મહર્ષિ વેદ વ્યાસનો આજે જન્મ દિવસ, જેને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે..!

ન્યિંગચિ તિબેટમાં પ્રીફેક્ચર લેવલનું શહેર છે અને તે છેક અરૂણાચલની સરહદ નજીક છે. ચીન વર્ષોથી અરૂણાચલ પ્રદેશને તેના દક્ષિણ ચીન તિબેટનો ભાગ ગણાવતું રહ્યું છે. જોકે, તેના દાવાને ભારતે મક્કમતાથી નકારી કાઢ્યો છે. 

ચીનની સરકારી એજન્સી શિન્હુઆ મુજબ ચીની પ્રમુખ હાલ તિબેટની રાજધાની લ્હાસા પહોંચી ગયા છે. ચીની પ્રમુખે અરૂણાચલ સરહદનો પ્રવાસ એવા સમયે કર્યો છે જ્યારે પૂર્વીય લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે તણાવપૂર્ણ વાતાવરણ છે. ભારત અને ચીને ગયા વર્ષે મે મહિનના પ્રારંભમાં પૂર્વીય લદ્દાખમાં વિવાદાસ્પદ સ્થળની બંને બાજુ સૈન્ય, ટેન્કો, મિસાઈલોનો ખડકલો કરી યુદ્ધ જેવી સ્થિતિ સર્જી દીધી હતી. જોકે, શ્રેણીબદ્ધ સૈન્ય અને રાજદ્વારી વાટાઘાટોને પગલે ફેબુ્રઆરીમાં બંને દેશોએ પેંગોંગ સરોવરના ઉત્તર અને દક્ષિણ પટમાંથી સૈનિકો અને શસ્ત્રો પાછા ખેંચી લીધા હતા.  બંને પક્ષોએ હાલ વાસ્તવિક નિયંત્રણ રેખા પરનું તણાવપૂર્ણ વાતાવરણ ઘટાડવા વાટાઘાટો લંબાવી છે.

આ પણ વાંચોઃ Coronavirus case in olympics: ટોકિયો ઓલિમ્પિક ઉદઘાટન કાર્યક્રમના 24 કલાક પહેલા 1979 કોરોનાના કેસ નોંધાયા- વાંચો વિગત

ચીને તિબેટનમાં તેની સૌપ્રથમ બુલેટ ટ્રેન શરૂ કરી ત્યારે જૂનમાં ન્યિંગચિ સમાચારોમાં ચમક્યું હતું. ચીનના સોશિયલ મીડિયા પર પ્રસારિત કરાયેલા એક વીડિયો ફૂટેજ મુજબ ન્યિંગચિને તિબેટના સ્વિટર્ઝર્લેન્ડ સાથે સરખાવાયું છે. જોકે, ન્યિંગચિ સુધી બુલેટ ટ્રેનના સંચાલન મારફત ચીને આ વિસ્તારમાં તેના સૈનિકોને ઝડપથી પહોંચાડવાની સુવિધા વધારી છે. તિબેટની પ્રાંતીય રાજધાની લ્હાસાને ન્યિંગચિ સાથે જોડતી ટ્રેનની ગતિ પ્રતિ ક્લાક ૧૬૦ કિ.મી. છે અને તે ૪૩૫.૫૦ કિ.મી.ના સિંગલ-લાઈન ઈલેક્ટ્રિફાઈડ રેલવે સેવા શરૂ કરી છે.

xi jinping