New ceo of twitter

New ceo of twitter: ટ્વિટરના નવા સીઇઓ બન્યા પરાગ અગ્રવાલ- વાંચો તેમના કરિયર વિશે

New ceo of twitter: સીઇઓ પદેથી જેક ડોર્સીએ રાજીનામુ આપ્યા પછી નવા સીઇઓ તરીકે પરાગ અગ્રવાલની નિમણૂક થઈ

નવી દિલ્હી, 30 નવેમ્બર: New ceo of twitter: ટ્વિટરના સીઇઓ પદેથી જેક ડોર્સીએ રાજીનામુ આપ્યા પછી નવા સીઇઓ તરીકે પરાગ અગ્રવાલની નિમણૂક થઈ છે. આમ ટ્વિટર હવે પરાગ અગ્રવાલના હાથમાં હશે. પરાગ અગ્રવાલ કંપનીમાં સીટીઓ તરીકે કામ કરી રહ્યા છે. 

પરાગ અગ્રવાલે આઇઆઇટી બોમ્બેમાં અભ્યાસ કર્યો છે. અહેવાલ મુજબ ટ્વિટર બોર્ડે પણ તેમના સીઇઓ તરીકેની નિમણૂકને બહાલી આપી છે.

  • એટી એન્ડ ટી, યાહૂ અને માઇક્રોસોફ્ટમાં કામ કર્યા પછી પરાગે 2011માં ટ્વિટર જોઇન કર્યુ હતું.  
  • પરાગે આઇઆઇટી બોમ્બે ખાતે એન્જિનીયરિંગ કર્યા પછી સ્ટેન્ફોર્ડ યુનિવર્સિટીમાંથી ડોક્ટરેટ કર્યુ. તેમની સ્કૂલિંગ એટમિક એનર્જી સેન્ટ્રલ સ્કૂલમાં થઈ.
  • પરાગે ત્રણેય કંપનીઓમાં રિસર્ચ ઓરિએન્ટેડ જ કામ કર્યુ હતું.
  • તેમણે પહેલા એડ રિલેટેડ પ્રોડક્ટ્સ પર કામ કરવાનો પ્રારંભ કર્યો હતો. તેના પછી તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર કામ કરવા લાગ્યા હતા.

આ પણ વાંચોઃ Tomato juice: શું તમને હાઇ બ્લડ પ્રેશરથી પરેશાની છે,તો દરરોજ પિઓ એક ગ્લાસ ટામેટાંનો જ્યુસ- વાંચો ફાયદા

Whatsapp Join Banner Guj