Inflation worldwide

Inflation worldwide: ભારતમાં જ નહીં સમગ્ર વિશ્વમાં મોંઘવારીનો માર, ખાદ્ય વસ્તુઓ અને ઇંધણના ભાવમાં થયો વધારો- વાંચો વિગત

Inflation worldwide: હવે જ્યારે કોરોનાનો નવો વેરિઅન્ટ ઓમિક્રોન મળી આવ્યો છે ત્યારે લોકોને ફરીથી લોકડાઉનનો ભય સતાવી રહ્યો છે. 

બિઝનેસ ડેસ્ક, 30 નવેમ્બરઃ Inflation worldwide: અમેરિકામાં એપલાયન્સ સ્ટોરથી લઇને હંગેરીના ફૂડ માર્કેટ  અને પોલેન્ડના ગેસ સ્ટેશનમાં ગ્રાહકોને મોંઘવારીનો સામનો કરવો પડી રહ્યો છે. એનર્જીના વધતા જતા ભાવ અને સપ્લાય ચેઇનમાં ઉભા થયેલા અવરોધની અસર સમગ્ર વિશ્વમાં જોવા મળી રહી છે. ખાદ્ય વસ્તુઓ, ગેસ અને અન્ય વસ્તુઓના ભાવ વધવાને કારણે સમગ્ર વિશ્વના લોકોનો વધુ રકમ (Inflation worldwide)ચુકવવી પડી રહી છે. જેના કારણે લોકો વધુ ખરીદી કરવાનું ટાળી રહ્યાં છે.

હંગેરીની રાજધાની બુડાપોસ્ટમાં ઓપન એર ફૂડ માર્કેટના એક દુકાનમાં ખરીદી કરવા આવેલા  ગાબોર પારડીએ જણાવ્યું છે કે  અમે નોંધ્યું છે કે અમે ઓછો ખર્ચ કરી રહ્યાં છીએ.અમે સૌથી સસ્તી અને ઇકોનોમિકલ વસ્તુઓ ખરીદી રહ્યાં છે. અમને ખબર છે કે આવી વસ્તુઓની ગુણવત્તા સારી નથી તો પણ અમે આવી વસ્તુઓ ખરીદી રહ્યાં છીએ.

કોરોના મહામારીને લગભગ બે વર્ષ થવા આવ્યા છતાં તેની આિર્થક અસરો હજુ પણ જોવા મળી રહી છે. હવે જ્યારે કોરોનાનો નવો વેરિઅન્ટ ઓમિક્રોન મળી આવ્યો છે ત્યારે લોકોને ફરીથી લોકડાઉનનો ભય સતાવી રહ્યો છે. 

આ પણ વાંચોઃ New ceo of twitter: ટ્વિટરના નવા સીઇઓ બન્યા પરાગ અગ્રવાલ- વાંચો તેમના કરિયર વિશે

મધ્ય અને પૂર્વ યુરોપના દેશોને મોંઘવારીનો માર સૌથી વધુ સહનકરવો પડી રહ્યો છે. ખાદ્ય વસ્તુઓ ખરીદવા અને પોતાના વાહનોમાં ઇંધણ પુરાવવામાં અહીંના લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.  બુડાપોસ્ટ ફૂડ માર્કેટના એક દુકાનદારના જણાવ્યા અનુસાર તેમના બિઝનેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

તેમના જણાવ્યા અનુસાર મલ્ટીનેશનલ શાપિંગ મોલ હોલસેલમાં ખરીદી કરવા પર ડિસ્કાઉન્ટ આપતા હોવાથી હવે ગ્રાહકો અહીં આવવાને બદલે ત્યાં જઇ રહ્યાં છે. અન્ય એક દુકાનદારે જણાવ્યું હતું કે અમારી દુકાનમાં વસ્તુઓના ભાવ વધાર છે કારણકે અમારી વસ્તુઓની ગુણવત્તા સારી છે. જો કે હવે ગ્રાહકો ગુણવત્તાને બાજુ પર મૂકીને ભાવ પર વધુ ધ્યાન કેન્દ્રીત રહ્યાં છે અને હવે તેઓ સસ્તી વસ્તુઓ ખરીદી રહ્યાં છે.

Whatsapp Join Banner Guj