New Guidelines airport

New guidelines for international arrivals: વિદેશથી આવતા યાત્રીઓ માટે સરકારે વધારે આકરા નિયંત્રણો લાગુ, હવે 7 દિવસ રહેવુ પડશે હોમ ક્વોરન્ટાઈન

New guidelines for international arrivals: આઠમા દિવસે તેમનો આરટી પીસીઆર ટેસ્ટ કરવામાં આવશે

નવી દિલ્હી, 11 જાન્યુઆરીઃ New guidelines for international arrivals: કોરોનાના વધી રહેલા કેસોના પગલે હવે વિદેશથી આવતા યાત્રીઓ માટે સરકારે વધારે આકરા નિયંત્રણો લાગુ કર્યા છે. ભારત સરકારે જાહેર કરેલી ગાઈડલાઈન પ્રમાણે હવે વિદેશથી આવનારા વ્યક્તિએ સાત દિવસ માટે હોમ ક્વોરેન્ટાઈન થવુ પડશે.આઠમા દિવસે તેમનો આરટી પીસીઆર ટેસ્ટ કરવામાં આવશે.આ ગાઈડ લાઈન આજથી લાગુ કરવામાં આવી છે.

સ્વાસ્થ્ય મંત્રાલયનુ કહેવુ છે કે, કોરોનાની ગંભીર સ્થિતિને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.વિદેશથી આવનારાને તરત જ બહાર નિકળવાની કે આમ તેમ ફરવાની મંજૂરી નહી મળે.તેમને પહેલા હોમ ક્વોરેન્ટાઈનાં રહેવુ પડશે અને આઠ દિવસ બાદ ટેસ્ટ કરાવવો પડશે.

આ પણ વાંચોઃ Pig heart transplant in human body: 57 વર્ષના દર્દીના શરીરમાં ડુક્કરના હાર્ટનુ ટ્રાન્સપ્લાન્ટ કરી ડોક્ટર્સ રચ્યો ઇતિહાસ- વાંચો વિગત

તમામ મુસાફરોએ એર સુવિધા પોર્ટલ પર પોતાની તમામ જાણકારી આપવી પડશે અને 14 દિવસ દરમિયાન ક્યાં કયાં મુસાફરી કરી તેની જાણકારી આપવી પડશે.

મુસાફરે વિદેશ યાત્રા શરુ કરતા પહેલા મહત્તમ 72 કલાકની અંદર કરેલો આરટી પીસીઆર ટેસ્ટનો રિપોર્ટ અપલોડ કરવો પડશે.તેમણે ક્વોરેન્ટાઈનના તમામ નિયમોનુ પાલન કરવાની ખાત્રી આપવાની રહેશે.ઉપરાંત સાત દિવસના ક્વોરન્ટાઈન બાદ આઠમા દિવસે કરાવેલા કોરોના ટેસ્ટનો રિપોર્ટ પણ એર સુવિધા પોર્ટલ પર અપલોડ કરવાનો રહેશે.

Whatsapp Join Banner Guj